Please wait...
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના વર્ષ ૨૦૨૬/૨૭ના આ દ્વિતીય સેવાકીય પ્રોજેક્ટમાં નવા સજનપર પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ મા અભ્યાસ કરતાં સામાન્ય પરિવારના ૧૬ વિદ્યાર્થીભાઈ બહેનો ને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા સાથોસાથ દરેક બાળકોને ગરમાગરમ પફરૂપી નાસ્તો આપવામાં આવ્યો જે હાલના ખજાનચી લા મણીલાલ જે કાવર તરફથી હતો. યુનિફોર્મ વિતરણ પ્રમુખ લા જગદીશભાઈ ડી કાવર સેક્રેટરી લા નાનજીભાઈ મોરડીયા પુર્વ પ્રમુખ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ખજાનચી લા મણીલાલ જે કાવર તથા શાળાના આચાર્ય હસમુખભાઈ બરાસરા અને કિશોરભાઈ બરાસરા ના હસ્તે કરવામાં આવ્યું તમામ બાળકોના ચહેરા પર ખુશી વર્તાય હતી લાયન્સ કલબના દરેક સભ્યોએ આ સેવાકીય પ્રોજેક્ટથી ખુશી વ્યક્ત કરી. અંતમાં શાળાના આચાર્ય એ સ્વાગત પ્રવચન કરી લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી ની સેવાકીય પ્રવૃતિ ને બિરદાવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો આ સેવાકીય પ્રવૃતિમા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પુર્વ પ્રમુખો સેક્રેટરી તથા ખજાનચીઓનુ માર્ગદર્શન મળ્યું હતુ એવુ સેક્રેટરી લા નાનજીભાઈ મોરડીયાની યાદીમા જણાવવામાં આવ્યું છે.
Please wait...