• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

પોરબંદર, તા. ૧૯-૦૮-૨૦૨૬: લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા સેવાભાવી લાયન દુર્ગાબેન લાદીવાલાના આર્થિક સહયોગથી શ્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના એજ્યુકેશન ટ્રસ્ટને રૂ. ૫,૦૦૦નું આર્થિક અનુદાન આપવામાં આવ્યું હતું.

19 Aug 2026

લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા શિક્ષણ ક્ષેત્રે સેવાકીય અનુદાન પોરબંદર, તા. ૧૯-૦૮-૨૦૨૬: લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા સેવાભાવી લાયન દુર્ગાબેન લાદીવાલાના આર્થિક સહયોગથી શ્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના એજ્યુકેશન ટ્રસ્ટને રૂ. ૫,૦૦૦નું આર્થિક અનુદાન આપવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૯૨થી પોરબંદરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તથા સામાજિક સંસ્થાઓ સાથે સક્રિયપણે જોડાયેલા લાયન દુર્ગાબેન લાદીવાલાના તા. ૧૭ ઓગસ્ટના પાવન જન્મદિવસ નિમિત્તે આયોજિત સાત દિવસીય સેવાકીય આયોજન અંતર્ગત આ અનુદાન ઓનલાઈન આપવામાં આવ્યું હતું. લાયન દુર્ગાબેન લાદીવાલા પોતે હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે લાંબા સમય સુધી ફરજ બજાવી નિવૃત્ત થયા છે. શિક્ષણનું મહત્વ અને તેના દ્વારા સમાજમાં થતા પરિવર્તનની ઊંડી સમજ ધરાવતા દુર્ગાબેને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાને સહયોગ આપી સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરવાની સુંદર પહેલ કરી છે. આ સેવાકીય પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રમુખ લાયન અશ્વિન ઠાકરના માર્ગદર્શન હેઠળ લાયન દુર્ગાબેન લાદીવાલા, લાયન્સ ક્લબ પોરબંદર પરિવારની બહેનો તેમજ શ્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા દુર્ગાબેન લાદીવાલાના જન્મદિવસ નિમિત્તે હાથ ધરવામાં આવેલું આ સાત દિવસીય સેવાકીય આયોજન “જન્મદિવસની ઉજવણી સેવા અને સમાજોપયોગી પ્રવૃત્તિઓ દ્વારા”નો ઉત્તમ સંદેશ આપે છે.

Benefited People 300
Raised Of Amount 5000
Donated Of Amount 5000
District 3232J

Please wait...