Please wait...
દિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી દિવ્યાંગ બાળકોનું મનોબળ વધારવાના હેતુથી તેમને આત્મનિર્ભરતા અને સ્વાવલંબન તરફ પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમના હાથે સુંદર રાખડીઓ બનાવડાવીને સતત સાત દિવસ સુધી તેનું વેચાણ કરવામાં આવ્યું. આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ₹21,000થી વધુની આવક પ્રાપ્ત થઈ. પ્રાપ્ત થયેલી આ રકમનો ઉપયોગ દિવ્યાંગ બાળકોના પ્રવાસનું આયોજન કરવા તેમજ તેમની જરૂરીયાત મુજબની ઉપયોગી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા કરવામાં આવ્યો. આ રીતે દિવ્યાંગ બાળકોના ઉત્સાહ અને મનોબળમાં વધારો કરી, તેમની સાથે આત્મીયતા અને ભાઈચારા સાથે રક્ષાબંધન પર્વની અનોખી અને અર્થસભર ઉજવણી કરવામાં આવી.
| Benefited People | 2500 |
| Raised Of Amount | 21000 |
| Donated Of Amount | 11000 |
Please wait...