• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

તા. 19-08-2026, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત માતૃછાયા પ્રાથમિક શાળા, પોરબંદર ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

19 Aug 2026

“10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત માતૃછાયા પ્રાથમિક શાળામાં નશા મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો પોરબંદર, તા. 19-08-2026, બુધવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત રસિક બાપા રોટલાવાળા ટ્રસ્ટ સંચાલિત માતૃછાયા પ્રાથમિક શાળા, પોરબંદર ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પ્રેસિડેન્ટ લાયન અશ્વિનભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમના પ્રારંભે શાળાના પ્રિન્સિપાલ ભાવિષાબેન મોદીએ ઉપસ્થિત મહેમાનો તથા સંસ્થાના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી લીના દીદીએ આજના સમયમાં ખાસ કરીને યુવા પેઢી વિવિધ પ્રકારના વ્યસનોના વધતા પ્રભાવથી ઘેરાઈ રહી હોવાનું જણાવી નશાના કારણે વ્યક્તિના સ્વાસ્થ્યની સાથે પરિવાર અને સમાજના વિકાસ પર પણ વિપરીત અસર થતી હોવાનું જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને નશાથી દૂર રહી સ્વસ્થ અને સુખી જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ત્રણ મિનિટનું ધ્યાન (મેડિટેશન) પણ કરાવવામાં આવ્યું હતું. વિશેષમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશા મુક્ત જીવન જીવવા તેમજ પોતાના પરિવારજનો, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ વ્યસનોથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પોરબંદરના ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ લાયન અજય દત્તાણી, રઘુવંશી સમાજના અગ્રણી તથા શાળાના ટ્રસ્ટી લાયન રાજેશભાઈ લાખાણી, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી વર્ષાબેન ટોડરમલ, પ્રિન્સિપાલ ભાવિષાબેન મોદી, ઉર્મિલાબેન ગોસ્વામી સહિત શાળાનો શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નશાના દુષ્પરિણામો અંગે જાગૃતિ લાવી નશા મુક્ત જીવનશૈલી અપનાવવા તથા પરિવાર અને સમાજમાં નશા મુક્તિનો સંદેશ ફેલાવવા માટે પ્રેરિત કરવાનો હતો.

Benefited People 350
Raised Of Amount 7000
Donated Of Amount 7000
District 3232J

Please wait...