• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

પોરબંદર, તા. ૧૭-૦૮-૨૦૨૬: લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા લાયન દુર્ગાબેન આર. લાદીવાલાના આર્થિક સહયોગથી તેમના જન્મદિવસ નિમિત્તે આયોજિત સાત દિવસીય સેવાકીય આયોજન અંતર્ગત ચોપાટી વિસ્તાર ખાતે ગૌસેવા, જીવદયા અને યાયાવર પક્ષી સેવા

17 Aug 2026

લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા ગૌસેવા સાથે જીવદયા અને યાયાવર પક્ષી સેવા પોરબંદર, તા. ૧૭-૦૮-૨૦૨૬: લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા લાયન દુર્ગાબેન આર. લાદીવાલાના આર્થિક સહયોગથી તેમના જન્મદિવસ નિમિત્તે આયોજિત સાત દિવસીય સેવાકીય આયોજન અંતર્ગત ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, ચોપાટી વિસ્તાર ખાતે ગૌસેવા, જીવદયા અને યાયાવર પક્ષી સેવા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાયોને ઘાસચારો તથા લાડુ ખવડાવવામાં આવ્યા હતા. સાથે સાથે દરિયાઈ જીવોની જીવદયા માટે પણ સેવા કરવામાં આવી હતી તેમજ ચોપાટી વિસ્તારમાં આવતા યાયાવર અને અન્ય પક્ષીઓને ચણનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ જીવમાત્ર પ્રત્યે કરુણા અને સંવેદનાની ભાવનાને પ્રોત્સાહન આપતી આ સેવાપ્રવૃત્તિ દ્વારા “જીવદયા એ જ સાચી માનવતા”નો સંદેશ આપવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૯૨થી પોરબંદરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે સક્રિયપણે જોડાયેલા લાયન દુર્ગાબેન આર. લાદીવાલાના તા. ૧૭ ઓગસ્ટના પાવન જન્મદિવસ નિમિત્તે દર વર્ષે સાત દિવસીય સેવાકીય આયોજન કરવામાં આવે છે. આ આયોજન અંતર્ગત સમાજસેવા ઉપરાંત પ્રાણી, પક્ષી અને જીવમાત્ર પ્રત્યેની સેવા અને સંરક્ષણને પણ મહત્વ આપવામાં આવ્યું છે. પોરબંદરની ઓળખ તેના વિશાળ અને સુંદર દરિયાકિનારા તથા ચોપાટી સાથે પણ જોડાયેલી છે. દેશ-વિદેશમાંથી અનેક પ્રવાસીઓ પોરબંદરની ચોપાટી અને દરિયાકિનારાની મુલાકાત લે છે. દરિયાકાંઠાનો આ વિસ્તાર માત્ર પ્રવાસન માટે જ નહીં, પરંતુ વિવિધ પ્રકારના પક્ષીઓ અને દરિયાઈ જીવસૃષ્ટિ માટે પણ મહત્વપૂર્ણ છે. આવા પર્યાવરણમાં જીવમાત્ર પ્રત્યે કરુણા, સ્વચ્છતા અને સંરક્ષણની ભાવના જાળવવી સમાજની સામૂહિક જવાબદારી છે. આ સેવાકીય કાર્યક્રમ લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં લાયન દુર્ગાબેન આર. લાદીવાલા, ચાંદનીબેન રાયઠઠ્ઠા, રિદ્ધિબેન માખેચા સહિત લાયન્સ ક્લબ પરિવારની બહેનોએ ઉપસ્થિત રહી સેવાકાર્યમાં સહભાગી બની હતી. લાયન્સ ક્લબ પોરબંદરની આ પ્રવૃત્તિ દ્વારા ગૌસેવા, જીવદયા, પક્ષી સેવા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સુંદર સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

Benefited People 500
Raised Of Amount 7000
Donated Of Amount 7000
District 3232J

Please wait...