Please wait...
*તા.31-08-2026,સોમવારના રોજ રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના 69મા જન્મદિવસ નિમિત્તે લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા સેવાકીય આયોજન* પોરબંદર : રાષ્ટ્રીય સંત અને આધ્યાત્મિક જગતના પ્રખર વક્તા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના 69મા જન્મદિવસ નિમિત્તે લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા સેવાભાવ અને ધાર્મિક આસ્થાથી પ્રેરિત એક સુંદર સેવાકીય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના પવિત્ર સોમવારના અવસરે ભાવેશ્વર મહાદેવ મંદિર સત્સંગ મંડળની કુલ 51 બહેનો માટે સોમનાથ મહાદેવ તથા ભાલકા તીર્થના દર્શન-પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક યાત્રા માટે લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓની આગોતરી આયોજનબદ્ધ રીતે જવાબદારી સંભાળવામાં આવી હતી. કલ્ચર એક્ટિવિટી કમિટી ચેરમેન લાયન કિરણકુમાર શાહના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે ખાનગી લક્ઝરી બસ દ્વારા પોરબંદરથી આ બહેનોને તીર્થયાત્રા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન બહેનોને સવારના ફરાળી નાસ્તો, બપોરનું પૌષ્ટિક ભોજન તેમજ રાત્રિના ફરાળ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેથી યાત્રિક બહેનોને કોઈ અગવડ ન પડે અને તેઓ શ્રદ્ધા તથા આનંદપૂર્વક તીર્થદર્શન કરી શકે. પ્રસ્થાન સમયે લાયન્સ ક્લબ પોરબંદરના સભ્યો દ્વારા તમામ બહેનોને યાત્રા સુખરૂપ, નિર્વિઘ્ન અને આનંદમય રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, લાયન સંજય માળી (ડોડીયા), લાયન પંકજ મોનાણી તથા દુર્ગાબેન લાદીવાલા ઉપસ્થિત રહી સમગ્ર આયોજનમાં સહભાગી બન્યા હતા. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના જન્મદિવસને નિમિત્ત બનાવી કરવામાં આવેલ આ ધાર્મિક અને સેવાભાવી આયોજન દ્વારા “સેવા એ જ સાધના”ની ભાવનાને સાકાર કરવામાં આવી હતી. શ્રદ્ધા, સેવા અને સંસ્કારના સુંદર સમન્વયથી યોજાયેલી આ તીર્થયાત્રા તમામ બહેનો માટે આધ્યાત્મિક આનંદ અને શાંતિનો અમૂલ્ય અનુભવ બની રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા માનવસેવા સાથે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ સમાજમાં સેવા, સંસ્કાર અને પરોપકારની ભાવનાને વધુ પ્રબળ બનાવે છે.
| Benefited People | 51 |
| Raised Of Amount | 18000 |
| Donated Of Amount | 18000 |
Please wait...