• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

તા. 29-09-2026,:પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ હાયર સેકન્ડરી સ્કૂલ, છાંયમાં ા નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

29 Sep 2026

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” યોજાયું પોરબંદર, તા. 29-09-2026, મંગળવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ હાયર સેકન્ડરી સ્કૂલ, છાંયા ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના પ્રિન્સિપાલ ભૂમિકાબેન ચાવડા દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડન્ટ લાયન અશ્વિન ઠાકરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “સારા નાગરિક બનવા માટે સૌપ્રથમ સારા વિદ્યાર્થી બનવું જરૂરી છે. સારા સંસ્કારો અને નશામુક્ત જીવનશૈલી દ્વારા જ સુસંસ્કૃત સમાજનું નિર્માણ થઈ શકે છે.” બ્રહ્માકુમારી લીના દીદીએ જણાવ્યું હતું કે આજના સમાજમાં વ્યસન એક ગંભીર સામાજિક સમસ્યા બની રહ્યું છે. સરકાર દ્વારા નશા મુક્તિ માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે સમાજના દરેક વ્યક્તિએ પણ નશા મુક્તિ માટે પોતાની જવાબદારી સમજીને સક્રિય પ્રયાસો કરવા જોઈએ. બ્રહ્માકુમારી કોમલ દીદીએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશા મુક્ત જીવન જીવવા તેમજ પોતાના પરિવારજનો, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ વ્યસનથી દૂર રહેવા પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. નાર્કોટિક્સ વિભાગના લાખણશીભાઈ ભૂતિયાએ વિદ્યાર્થીઓને ગાંજો, ચરસ તેમજ વિવિધ પ્રકારના નશીલા અને ડ્રગ્સ પદાર્થો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને યુવા પેઢીને નિશાન બનાવતા નશીલા પદાર્થોના ગેરકાયદેસર ઉપયોગથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે સમજણ આપવામાં આવી હતી. સાથે જ નશીલા પદાર્થો અંગે કાયદાકીય કાર્યવાહી થવાથી સરકારી નોકરી, પાસપોર્ટ સહિતની બાબતોમાં ઊભી થઈ શકતી મુશ્કેલીઓ અંગે પણ વિગતવાર માહિતી આપી વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડન્ટ લાયન અશ્વિન ઠાકર, શાળાના પ્રિન્સિપાલ ભૂમિકાબેન ચાવડા, નાર્કોટિક્સ વિભાગના લાખણશીભાઈ ભૂતિયા, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી કોમલ દીદી, જીતેશભાઈ સિદ્ધપુરા, દેવેન ચુડાસમા, કૃપાબેન ધોકીયા, દર્શનાબેન બામણીયા, જાનવીબેન ગોસ્વામી સહિત શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીને નશાના દુષ્પરિણામોથી માહિતગાર કરી નશા મુક્ત જીવન તરફ પ્રેરિત કરવાનો તેમજ પરિવાર અને સમાજમાં નશા મુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.

Benefited People 190
Raised Of Amount 3000
Donated Of Amount 3000
District 3232J

Please wait...