• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

વિદ્યાર્થીઓ દ્વારા રક્તદાન કેમ્પ – 57 યુનિટ રક્ત એકત્રિત

05 Aug 2026

લાયન્સ ક્લબ રાજકોટ પ્રાઈડ દ્વારા શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.ટી. ધમસાણીયા કોમર્સ & બીબીએ કોલેજ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 ઓગસ્ટ 2026ના રોજ સવારે 8:00 થી 12:00 કલાક દરમિયાન, કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાયેલા આ કેમ્પમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું. Blood 05082026.pdf યુવા વિદ્યાર્થીઓના સેવાભાવ અને સમાજ પ્રત્યેની જવાબદારીના પરિણામે કેમ્પમાં કુલ 57 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવન બચાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ પ્રસંગે ZC Dr. અચ્યુતભાઈ પટેલે 93મી વખત રક્તદાન કરીને વિદ્યાર્થીઓ અને સમાજ માટે અનોખું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું. તેમની આ નિઃસ્વાર્થ સેવા સાથે વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીએ સમગ્ર રક્તદાન કેમ્પને વધુ યાદગાર બનાવ્યો.

Benefited People 171
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...