Please wait...
*લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા દીકરીઓ માટે 1000 સેનેટરી પેડનું વિતરણ - આરોગ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો* પોરબંદર, તા. 29/09/2026 મંગળવાર શ્રી જલારામ સેવા મંડળ, જૂનું જલારામ મંદિર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે આદર્શ નિવાસ શાળા (અ. જા.), GMC સામે, સાંદીપની રોડ, પોરબંદર ખાતે દીકરીઓના આરોગ્ય અને સ્વચ્છતા માટે 1000 સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના દાતા લાયન ભાવિકભાઈ દેવાણીએ સંસ્થાનો પરિચય આપ્યો હતો અને ઈશ્વર આવા સત્કર્મોમાં નિમિત્ત બનાવે છે તેવી ભાવના વ્યક્ત કરી હતી. દીકરીઓ માટે સેનેટરી પેડ વિતરણનું આ બીડું લાયન ભાવિકભાઈ દેવાણીએ ઝડપ્યું છે અને તેમની આ અવિરત સેવાને વંદન છે. આ પ્રસંગે લાયન નિધિ શાહ મોઢવાડિયા દ્વારા દીકરીઓને ગર્ભાશયની રસી, માસિક ધર્મ દરમ્યાન થતા દુઃખાવાનું નિરાકરણ અને મેન્ટલ હેલ્થ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સાથે સાથે દીકરીઓ પાસે ક્યારેય ડિપ્રેશન માં ન આવવું અને સકારાત્મક વિચારો જ રાખવા .. જીવન ની આદર્શ રૂપ બનાવવું તેવા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં નાગરિક બેંક ના અતિ સેવાભાવી રામભાઈ ગરચર ની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી... ખૂબ જ અર્થસભર રહેલા આ કાર્યક્રમમાં આચાર્ય કિન્નરીબેન સાગર દ્વારા સંસ્થા નો અને દાતા શ્રી ભાવિકભાઈ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પોરબંદરના પ્રમુખ અશ્વિનભાઈ ઠાકરની શુભેચ્છાઓ સાથે રહી હતી. *સ્વચ્છતા • આરોગ્ય • સન્માન • કન્યા કલ્યાણ* ના સંદેશ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
| Benefited People | 450 |
| Raised Of Amount | 9000 |
| Donated Of Amount | 9000 |
Please wait...