Please wait...
લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા ઝુંડાળા પ્રાથમિક શાળાના ભૂલકાંઓને પૌષ્ટિક નાસ્તો પોરબંદર, તા. 08-08-2026: લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા શનિવારના રોજ ઝુંડાળા પ્રાથમિક શાળા, પોરબંદર ખાતે 80થી વધુ ભૂલકાંઓને પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર સ્મિત લાવવા તથા પોષણ પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉમદા હેતુથી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્ય મંજુલાબેન બાપોદરા દ્વારા લાયન્સ ક્લબના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળકોને સંસ્થાના આગમનનો હેતુ સમજાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર દ્વારા લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓનો પરિચય આપવામાં આવ્યો હતો. ચાઇલ્ડ ન્યુટ્રિશન એન્ડ કેન્સર કમિટીના ચેરમેન લાયન નિખિલ પારેખના માર્ગદર્શન હેઠળ 80થી વધુ વિદ્યાર્થીઓને પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન હરદત્ત પુરી ગોસ્વામી, લાયન સંજય ડોડીયા, આચાર્ય મંજુલાબેન બાપોદરા, શાળાના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ઇન્ટરનેશનલના આઠ મુખ્ય પ્રોજેક્ટ પૈકીના હંગર પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલી આ પ્રવૃત્તિ દ્વારા નાના ભૂલકાંઓના ચહેરા પર સ્મિત લાવવાનો અને સમાજમાં માનવતા તથા સેવાભાવની ભાવનાને મજબૂત કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો. “સેવા નાની હોય કે મોટી, જો તે કોઈના ચહેરા પર સ્મિત લાવે તો તેનું મૂલ્ય અમૂલ્ય છે.”
| Benefited People | 112 |
| Raised Of Amount | 5000 |
| Donated Of Amount | 5000 |
Please wait...