• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

પોરબંદર, તા. 29-09-2026, મંગળવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત સ્વામિનારાયણ હાઈસ્કૂલ, છાંયા ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

29 Sep 2026

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” યોજાયું પોરબંદર, તા. 29-09-2026, મંગળવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત સ્વામિનારાયણ હાઈસ્કૂલ, છાંયા ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના પ્રિન્સિપાલ ડો. કેતન મોનાણી દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા સંસ્થાના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકરએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વ્યસનમુક્તિ અંગે માત્ર વર્તમાન પેઢી જ નહીં, પરંતુ આવનારી પેઢીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ જાગૃત થવું અત્યંત જરૂરી છે. યુવા પેઢીને વ્યસનથી દૂર રાખવા માટે સમાજના તમામ વર્ગોએ સાથે મળીને પ્રયાસો કરવા જોઈએ. બ્રહ્માકુમારી કોમલ દીદીએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશામુક્ત જીવન જીવવા તેમજ પોતાના પરિવારજનો, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ વ્યસનથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. બ્રહ્માકુમારી લીના દીદીએ વ્યસનમુક્તિ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે વ્યસન વ્યક્તિને આર્થિક, સામાજિક તેમજ માનસિક રીતે નબળો બનાવે છે. તેમણે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન”માં સૌને સહભાગી બનવા તથા અન્ય લોકોને પણ વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે નાર્કોટિક્સ વિભાગના લાખણશીભાઈ ભૂતિયા દ્વારા ગાંજો, ચરસ તથા વિવિધ પ્રકારના નશીલા અને ડ્રગ્સ પદાર્થો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને યુવા પેઢીને નિશાન બનાવતા નશીલા પદાર્થોના ગેરકાયદેસર ઉપયોગથી થતા નુકસાન તેમજ તેના કાયદાકીય પરિણામો અંગે સમજ આપવામાં આવી હતી. નશીલા પદાર્થોના કેસમાં કાયદાકીય કાર્યવાહી થવાથી સરકારી નોકરી, પાસપોર્ટ સહિતની બાબતોમાં ઊભી થઈ શકતી મુશ્કેલીઓ અંગે પણ તેમણે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમના અંતર્ગત વિદ્યાર્થીઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ કેળવવા તેમજ નશામુક્ત સમાજના નિર્માણ માટે વ્યક્તિગત જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, પ્રિન્સિપાલ ડો. કેતન મોનાણી, લાખણશીભાઈ ભૂતિયા, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી કોમલ દીદી, જીતેશભાઈ સિદ્ધપુરા, ધર્મેન્દ્ર આર. વાઘેલા, વી. યુગ. કરંગીયા, જે. કે. મહેતા, એમ. એમ. ઝાલા સહિત શાળાના શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નશામુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણના સંકલ્પ સાથે યોજાયેલા આ જાગૃતિ કાર્યક્રમને વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

Benefited People 190
Raised Of Amount 2000
Donated Of Amount 2000
District 3232J

Please wait...