• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

પોરબંદર, તા. 05-10-2026, સોમવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે "10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન" અંતર્ગત અમર ફૂડ પ્રોડક્ટ, પોરબંદર ખાતે નશા મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

05 Oct 2026

*પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે "10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન"* પોરબંદર, તા. 05-10-2026, સોમવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે "10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન" અંતર્ગત અમર ફૂડ પ્રોડક્ટ, પોરબંદર ખાતે નશા મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે જનરલ મેનેજર શ્રી અમિતભાઈ ભટ્ટ દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા બંને સંસ્થાના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી લીના દીદીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, વ્યસન દરેક રીતે નુકસાન અને મુસીબતને આમંત્રણ આપે છે. વ્યસનથી શા માટે દૂર રહેવું જોઈએ અને વ્યસનમુક્ત રહેવાથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃત સમજણ આપી હતી. લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, "જેટલી સ્વચ્છતા આપ સૌ આ કંપનીમાં રાખો છો, એટલી જ સ્વચ્છતા આપણા શરીરની અંદર પણ હોવી જોઈએ." તેમણે ઉપસ્થિત બહેનોના વિશાળ સમૂહને નારી શક્તિ તરીકે બિરદાવી, વ્યસનમુક્ત ભારત બનાવવા માટે આગળ આવવા અને આ અભિયાનમાં જોડાઈ નશામુક્ત રાષ્ટ્રના નિર્માણમાં સહયોગી બનવા અપીલ કરી હતી. ત્યારબાદ બ્રહ્માકુમારી સુનિતા દીદી દ્વારા ઉપસ્થિત તમામ કામદાર ભાઈઓ-બહેનોને નશા મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ફેક્ટરીની અંદર જોવા મળતી ખૂબ જ ચોખ્ખાઈ અને શિસ્તબદ્ધતા પ્રશંસનીય હતી. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પોરબંદરના પ્રમુખ લાયન અશ્વિન ઠાકર, સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, લાયન પંકજ મોનાણી, જનરલ મેનેજર શ્રી અમિતભાઈ ભટ્ટ, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી સુનિતા દીદી, આરતીબેન ભટ્ટ, જીતેશભાઈ સિદ્ધપુરા, ઓફિસ સ્ટાફ તથા 160 જેટલા શ્રમિક ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Benefited People 160
Raised Of Amount 2000
Donated Of Amount 2000
District 3232J

Please wait...