• District 3232J

    Need Base Service Plus

Club Social Activities

મેદસ્વિતા મુક્ત ગુજરાત પાર્ટ ૨

10 Nov 2025

🦁*Lions international*🦁 👸*Lions club of Bhuj Queens* 👸 Lion club international and Gujarati yoga board દ્વારા આયોજિત “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન” અંતર્ગત ભુજ શહેરમાં યોજાયેલ મેદસ્વિતા કેમ્પ નો સફળ આરંભ આજે, 📅 10 નવેમ્બર 2025 ના રોજ કરવામાં આવ્યો. 📍 સ્થળ: લાયન્સ હોસ્પિટલ, રઘુવંશી ચોકડી, રાવલ વાડી રીલોકેશન સાઈડ, ભુજ 🕟 સમય: સાંજે 4:30 થી 6:00 🦁 *આ કેમ્પના આયોજન અને પ્રચારમાં* *લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સ* 👑 દ્વારા સક્રિય સહયોગ આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં *RC MJF Lion Kamalben Joshi* ની વિશેષ ઉપસ્થિતિ રહી. તેમણે ઉપસ્થિત સભ્યોને પ્રેરણાદાયી સંદેશ આપ્યો અને યોગ દ્વારા સ્વસ્થ, સંતુલિત અને સકારાત્મક જીવન જીવવા માટે માર્ગદર્શન આપ્યું. 🙏 ✨ *રિપોર્ટિંગ* આ અભિયાનનો મુખ્ય હેતુ વધતી મેદસ્વિતા (Obesity) સામે જાગૃતિ લાવીને લોકોને તંદુરસ્ત, ઉત્સાહી અને સક્રિય જીવન તરફ પ્રેરિત કરવાનો છે. કેમ્પના પ્રથમ દિવસે અનેક યોગપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સત્ર દરમિયાન યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના વિવિધ અભ્યાસો કરાવવામાં આવ્યા, જેના પરિણામે ભાગ લેનારાઓએ શરીર હળવું, મન શાંત અને ઉર્જાસભર અનુભવ્યું. આ પહેલ માત્ર યોગ અભ્યાસ પૂરતી નથી, પરંતુ જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું એક જનજાગૃતિ અભિયાન બની રહી છે. 🌿 🙏 *અપેક્ષા* લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સ તરફથી સૌ ભુજવાસીઓને અપીલ છે કે આ સ્વસ્થતા યાત્રામાં જોડાઈને “મેદસ્વિતા મુકત – સ્વસ્થ ભુજ” બનાવવા સહભાગી બનો. *Regards,* Lion Preeti Kharecha

Benefited People 100
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...