Please wait...
લાયન્સ ક્લબ પોરબંદરના ‘મધુરમ રાસોત્સવ–2026’ના સાતમા નોરતે 1700થી વધુ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી પોરબંદર, તા. 17 ઑક્ટોબર, 2026: ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પવિત્ર પર્વ શારદીય નવરાત્રિ નિમિત્તે લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા એમ.ડી. સાયન્સ કોલેજ, પોરબંદર ખાતે આયોજિત ‘મધુરમ રાસોત્સવ–2026’ના સાતમા નોરતે 1700થી વધુ ખેલૈયાઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી. ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન આ રાસોત્સવમાં સમગ્ર પરિસર નવરંગી માહોલથી ગુંજી ઊઠ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ માતાજીની આરતી અને વંદના સાથે કરવામાં આવ્યો હતો. શારદીય નવરાત્રિના સાતમા નોરતાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે, આ દિવસે મા દુર્ગાના સાતમા સ્વરૂપ મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. તેમનો રંગ અંધકાર જેવો ગાઢ કાળો છે, વાળ વિખરાયેલા છે અને ગળામાં વીજળી જેવી ચમકતી માળા છે,ચાર હાથ છે; જેનું વાહન ગર્દભ (ગધેડો) છે. માતાજીની આરાધના અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ખેલૈયાઓએ સંગીતના તાલે ગરબા અને રાસની મનમૂકીને રમઝટ બોલાવી હતી. પરંપરાગત પોશાકમાં સજ્જ યુવક-યુવતીઓ અને રાસપ્રેમીઓની ઉત્સાહભરી ભાગીદારીએ ઉત્સવની રોનકમાં વધારો કર્યો હતો. ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓ અને માતાજીના જયઘોષથી સમગ્ર પરિસર ભક્તિ તથા આનંદના રંગે રંગાઈ ગયું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રમુખ લાયન અશ્વિન ઠાકર, સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, ટ્રેઝરર લાયન પ્રજ્ઞા ગજ્જર, ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ લાયન કિશન મલકાણ, સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન હરદત્તપુરી ગોસ્વામી તથા પ્રોજેક્ટ ચેરમેન લાયન તુષાર પારેખ સહિત ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો, પ્રેસમિડિયા, પત્રકારો, લાયન્સ સભ્યો, ખેલૈયાઓની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. આમ, 1700થી વધુ ખેલૈયાઓની ઉત્સાહભરી ભાગીદારી સાથે ‘મધુરમ રાસોત્સવ–2026’નો સાતમું નોરતું ભક્તિ, પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સાહના રંગે રંગાયું હતું.લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા આયોજિત આ રાસોત્સવ નવરાત્રિના ઉત્સવને યાદગાર બનાવવાની સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ બની રહ્યો છે.
| Benefited People | 1740 |
| Raised Of Amount | 100000 |
| Donated Of Amount | 100000 |
Please wait...