• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

તા. 15-08-2026: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદર તથા ખિસ્ત્રી ગૌ સેવા સમિતિ- ખિસ્ત્રીના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ અભિયાન” અંતર્ગત ખિસ્ત્રી ગામ ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

15 Sep 2026

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” યોજાયું પોરબંદર, તા. 15-08-2026: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદર તથા ખિસ્ત્રી ગૌ સેવા સમિતિ- ખિસ્ત્રીના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત ખિસ્ત્રી ગામ ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢી સહિત ગ્રામજનોને વિવિધ પ્રકારના વ્યસનોથી થતા નુકસાન અંગે જાગૃત કરી નશામુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમના પ્રારંભે હમીરભાઈ ખિસ્તરીયા દ્વારા ઉપસ્થિત મહેમાનો, બ્રહ્માકુમારી બહેનો, લાયન્સ ક્લબના સભ્યો તથા ગ્રામજનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી લીના દીદીએ આજના સમયમાં ખાસ કરીને યુવા વર્ગ વિવિધ પ્રકારના વ્યસનોની ચપેટમાં આવી રહ્યો હોવાનું જણાવી નશાની કુટુંબ અને સમાજ પર થતી ગંભીર અસરો અંગે માર્ગદર્શન આપ્યું હતું. વ્યસનને કારણે યુવાનો પોતાની વ્યક્તિગત, પારિવારિક તથા સામાજિક જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શકતા નથી. તેથી વ્યસનોથી દૂર રહી તંદુરસ્ત જીવનશૈલી અપનાવી સ્વસ્થ અને સંસ્કારી સમાજના નિર્માણમાં સહભાગી બનવા તેમણે સૌને અપીલ કરી હતી. નાર્કોટિક્સ વિભાગના લાખણશીભાઈ ભૂતિયાએ ગાંજો, ચરસ અને વિવિધ પ્રકારના ડ્રગ્સ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને યુવા પેઢીને નિશાન બનાવતા નશીલા પદાર્થોના ગેરકાયદેસર ઉપયોગથી થતા નુકસાન તથા કાયદાકીય પરિણામો અંગે સમજણ આપી હતી. નશીલા પદાર્થોના કેસમાં કાયદાકીય કાર્યવાહી થવાથી સરકારી નોકરી તથા પાસપોર્ટ સહિતની બાબતોમાં ઊભી થઈ શકતી મુશ્કેલીઓ અંગે પણ તેમણે વિગતવાર માહિતી આપી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર રામભાઈ આહીરએ નશામુક્ત જીવન માટે જરૂરી સૂચનો આપતાં યુવાનોને વ્યસનથી દૂર રહેવા તથા કોઈ વ્યક્તિ વ્યસનની શરૂઆત તરફ જઈ રહી હોય તો તેને યોગ્ય માર્ગદર્શન અને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. બ્રહ્માકુમારી સુનિતા દીદી દ્વારા નશાની ક્રૂરતા અને તેના ગંભીર પરિણામો દર્શાવતું પ્રેરણાત્મક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નાટક દ્વારા વ્યસન વ્યક્તિ, પરિવાર અને સમગ્ર સમાજને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તેનો અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત સૌને નશામુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડન્ટ લાયન અશ્વિન ઠાકરએ રસપ્રદ માહિતી અને સંવાદ સાથે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. તેમણે નશામુક્તિ માટે આહવાન કરતા થોડીવારમાં ખિસ્ત્રી ગામના યુવાઓએ તાત્કાલિક માવાનો સ્થળ ઉપર ત્યાગ કર્યો હતો, આ અભિયાનના પરિણામે મોટી સંખ્યામાં યુવાનો દ્વારા પાન-માવા સહિતના અન્ય વ્યસનોનો ત્યાગ કરવામાં આવ્યો છે, જે સમાજ માટે પ્રેરણાદાયી બાબત છે. કાર્યક્રમના અંતે રામભાઈ સિસોદિયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડન્ટ લાયન અશ્વિન ઠાકર, લાયન રાજેશ લાખાણી, લાયન અરજણ ખિસ્તરીયા, હમીરભાઈ ખિસ્તરીયા, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી સુનિતા દીદી, લાખણશીભાઈ ભૂતિયા, પોલીસ ઈન્સ્પેક્ટર રામભાઈ આહીર, રામભાઈ સિસોદિયા, સરપંચ દેવાભાઈ, અરશીભાઈ ખિસ્તરીયા, સામતભાઈ ચૌહાણ સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દ્વારા ખિસ્ત્રી ગામમાં નશામુક્તિ અંગે જાગૃતિનો સકારાત્મક સંદેશ પહોંચ્યો હતો અને ઉપસ્થિત સૌએ નશામુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Benefited People 1000
Raised Of Amount 7000
Donated Of Amount 7000
District 3232J

Please wait...