• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

પોરબંદર: લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓની શ્રેણી અંતર્ગત તા. 17-08-2026ના રોજ વિશેષ પૌષ્ટિક આહાર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

17 Aug 2026

લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા 350થી વધુ વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહારનું વિતરણ પોરબંદર: લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓની શ્રેણી અંતર્ગત તા. 17-08-2026ના રોજ વિશેષ પૌષ્ટિક આહાર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ સાથે વર્ષ 1992થી પોરબંદરમાં વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાયેલા દુર્ગાબેન લાદીવાલાના પાવન જન્મદિવસ નિમિત્તે સાત દિવસીય સેવાકીય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સેવાકીય આયોજન અંતર્ગત રસિક બાપા રોટલા વાળા ટ્રસ્ટ સંચાલિત માતૃછાયા પ્રાથમિક શાળાના 350થી વધુ બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો હતો. બાળકોને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ આહાર મળી રહે તેમજ સમાજમાં સેવા અને માનવતાની ભાવના વધુ મજબૂત બને તેવા હેતુથી આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. દુર્ગાબેન લાદીવાલા પોરબંદરના રઘુવંશી સમાજના અગ્રણી મહિલા સેવાભાવી તરીકે વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈને સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત છે. પોતાના જન્મદિવસની ઉજવણીને માત્ર આનંદના પ્રસંગ પૂરતી મર્યાદિત ન રાખી, તેને સેવા અને સમાજ પ્રત્યેની જવાબદારીના અવસર તરીકે ઉજવવાનો તેમનો આ પ્રયાસ સૌ માટે પ્રેરણાદાયી બન્યો હતો. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિનભાઈ ઠાકર, લાયન નિધિ શાહ મોઢવાડિયા, દુર્ગાબેન લાદીવાલા, ચાંદનીબેન રાયઠઠ્ઠા, શાળાના પ્રિન્સિપાલ ભાવિષાબેન મોદી, શાળાનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા આ પ્રસંગે જણાવાયું હતું કે બાળકોના આરોગ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મક સંદેશો ફેલાવે છે. જન્મદિવસ જેવા વ્યક્તિગત પ્રસંગને સેવાકાર્ય સાથે જોડીને ઉજવવાનો આ અભિગમ સમાજ માટે એક સુંદર અને અનુસરણિય ઉદાહરણ છે. “જન્મદિવસની સાચી ઉજવણી ત્યારે જ, જ્યારે કોઈના જીવનમાં ખુશી અને ઉપયોગીતા ઉમેરાય.”

Benefited People 350
Raised Of Amount 21000
Donated Of Amount 21000
District 3232J

Please wait...