Please wait...
10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ પોરબંદર, તા. 16-08-2026, રવિવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત ચમ મેમોરિયલ સ્કૂલ, પોરબંદર ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના પ્રિન્સીપાલ સુનયના ડોગરા દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા બંને સંસ્થાના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકરે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓ એ આવતીકાલનું ભારત છે. મનની એકાગ્રતા અને સકારાત્મક વિચારધારા દ્વારા જ ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. વ્યક્તિનો વિકાસ જ દેશના વિકાસનો આધાર છે.” તેમણે વિદ્યાર્થીઓને નશા મુક્તિ અભિયાન સાથે જોડાઈને રાષ્ટ્રીય વિકાસમાં સહયોગી બનવા અપીલ કરી હતી. બ્રહ્માકુમારી લીના દીદીએ જણાવ્યું હતું કે આજનો યુવા વર્ગ ઝડપથી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતાં વિવિધ પ્રકારના વ્યસનો તરફ આકર્ષાઈ રહ્યો છે. મોબાઈલ તથા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો અતિરેક ઉપયોગ પણ એક પ્રકારની લત બની રહ્યો છે. કોઈપણ પ્રકારનું વ્યસન વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપરાંત તેના સામાજિક, આર્થિક અને વ્યક્તિગત જીવન પર પણ વિપરીત અસર કરે છે. તેથી વ્યસનોથી દૂર રહી તંદુરસ્ત અને સંસ્કારી સમાજના નિર્માણમાં સૌએ સહભાગી બનવું જોઈએ. બ્રહ્માકુમારી લીના દીદી દ્વારા વિદ્યાર્થીઓને ત્રણ મિનિટનું ધ્યાન (મેડિટેશન) કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશા મુક્ત જીવન જીવવા તેમજ પોતાના પરિવારજનો, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ વ્યસનોથી દૂર રહેવા પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિનભાઈ ઠાકર, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી પ્રજ્ઞાબેન, લાયન દુર્ગાબેન લાદીવાલા, જીતેશભાઈ સિદ્ધપુરા, શાળાના પ્રિન્સીપાલ સુનયના ડોગરા સહિત શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે નશા મુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સૌએ સંકલ્પબદ્ધ બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
| Benefited People | 200 |
| Raised Of Amount | 8000 |
| Donated Of Amount | 8000 |
Please wait...