• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

પોરબંદર, તા. 13-09-2026:લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા તન્ના હોલ, પોરબંદર ખાતે તા. 13 સપ્ટેમ્બર 2026ના રોજ દીર્ઘકાલીન સેવા સન્માન સમારોહનું ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું.

13 Sep 2026

લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા દીર્ઘકાલીન સેવા સન્માન સમારોહ યોજાયો પોરબંદર, તા. 13-09-2026: લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા તન્ના હોલ, પોરબંદર ખાતે તા. 13 સપ્ટેમ્બર 2026ના રોજ દીર્ઘકાલીન સેવા સન્માન સમારોહનું ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ સાથે વર્ષોથી જોડાઈ રહીને સેવા, સમર્પણ અને માનવતાની ભાવનાને સતત જીવંત રાખનાર વરિષ્ઠ લાયન સભ્યોનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં 58 વર્ષથી પણ વધુ સમયથી લાયન્સ ક્લબના સભ્યપદે રહી, વિવિધ ઉચ્ચ હોદ્દાઓ પર સેવા આપી તેમજ જરૂરિયાતમંદ લોકો સુધી સેવાકીય પ્રવૃત્તિઓ પહોંચાડનાર સિનિયર મોસ્ટ ફિઝિશિયન લાયન ડો. સુરેશભાઈ ગાંધી સાહેબનું મોમેન્ટો અર્પણ કરી અને ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. તેમની લાંબી અને સમર્પિત લાયન્સ સેવા બદલ ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી અભિવાદન કર્યું હતું. તે જ રીતે PMJF PDG લાયન સુરેશભાઈ કોઠારી 50 વર્ષથી વધુ સમયથી લાયન્સ ક્લબના સભ્ય રહી ચૂક્યા છે અને તેમણે લાયન્સ સંસ્થામાં વિવિધ ઉચ્ચ હોદ્દાઓ સંભાળીને નોંધપાત્ર સેવા આપી છે. તેઓ આજે પણ લાયન્સ ક્લબ સાથે સક્રિય સભ્ય તરીકે જોડાયેલા છે. સંજોગોવશાત તેઓ આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. આ ઉપરાંત 45 વર્ષથી વધુ સમયથી લાયન્સ ક્લબના સભ્યપદે રહી સેવા આપી રહેલા લાયન શિરાઝ પોપટિયાનું પણ મોમેન્ટો અર્પણ કરી તથા ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી લાયન્સ પરિવાર સાથે જોડાયેલા આ વરિષ્ઠ સભ્યોના સન્માન પ્રસંગે ઉપસ્થિત લાયન મિત્રો તથા તેમના પરિવારજનોમાં વિશેષ આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. સૌએ હર્ષોલ્લાસભેર તાળીઓના ગડગડાટ સાથે સન્માનિત સભ્યોનું અભિવાદન કરી સમગ્ર વાતાવરણને આત્મીયતા અને ખુશનુમા ઉષ્માથી ભરી દીધું હતું. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, ટ્રેઝરર લાયન પ્રજ્ઞા ગજ્જર, ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ લાયન કિશન મલકાન, સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન હરદત્ત પુરી ગોસ્વામી, સિનિયર મોસ્ટ ફિઝિશિયન લાયન ડો. સુરેશ ગાંધી સાહેબ સહિત લાયન્સ ક્લબના અન્ય સભ્યો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા આયોજિત આ દીર્ઘકાલીન સેવા સન્માન સમારોહે વર્ષોથી સંસ્થાની સેવા સાથે જોડાયેલા વરિષ્ઠ લાયન સભ્યોના યોગદાનને બિરદાવવાની સાથે નવી પેઢીના લાયન સભ્યો માટે પણ સેવા અને સમર્પણની પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Benefited People 120
Raised Of Amount 5000
Donated Of Amount 5000
District 3232J

Please wait...