Please wait...
લાયન્સ ક્લબ પોરબંદરના ‘મધુરમ રાસોત્સવ–2026’ના છઠ્ઠા નોરતે 1600થી વધુ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી પોરબંદર, તા. 16 ઑક્ટોબર, 2026: ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પવિત્ર પર્વ શારદીય નવરાત્રિ નિમિત્તે લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા એમ.ડી. સાયન્સ કોલેજ, પોરબંદર ખાતે આયોજિત ‘મધુરમ રાસોત્સવ–2026’ના છઠ્ઠા નોરતે 1600થી વધુ ખેલૈયાઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી. ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન આ રાસોત્સવમાં સમગ્ર પરિસર નવરંગી માહોલથી ગુંજી ઊઠ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ માતાજીની આરતી અને વંદના સાથે કરવામાં આવ્યો હતો. શારદીય નવરાત્રીના છઠ્ઠા દિવસે આદ્યશક્તિના છઠ્ઠા સ્વરૂપ માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે કાત્યાયને કઠિન તપસ્યા કરી હતી, જેથી તેમના ઘરે પુત્રીરૂપે માતાજીએ જન્મ લીધો. આથી તેઓ 'કાત્યાયની' તરીકે ઓળખાયા. માતાજીની આરાધના અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ખેલૈયાઓએ સંગીતના તાલે ગરબા અને રાસની મનમૂકીને રમઝટ બોલાવી હતી. પરંપરાગત પોશાકમાં સજ્જ યુવક-યુવતીઓ અને રાસપ્રેમીઓની ઉત્સાહભરી ભાગીદારીએ ઉત્સવની રોનકમાં વધારો કર્યો હતો. ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓ અને માતાજીના જયઘોષથી સમગ્ર પરિસર ભક્તિ તથા આનંદના રંગે રંગાઈ ગયું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રમુખ લાયન અશ્વિન ઠાકર, સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, ટ્રેઝરર લાયન પ્રજ્ઞા ગજ્જર, ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ લાયન કિશન મલકાણ, સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન હરદત્તપુરી ગોસ્વામી તથા પ્રોજેક્ટ ચેરમેન લાયન તુષાર પારેખ સહિત ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના તેમજ પોરબંદર જીલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરીની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. આમ, 1600થી વધુ ખેલૈયાઓની ઉત્સાહભરી ભાગીદારી સાથે ‘મધુરમ રાસોત્સવ–2026’નો છઠ્ઠે નોરત ેભક્તિ, પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સાહના રંગે રંગાયો હતો. લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા આયોજિત આ રાસોત્સવ નવરાત્રિના ઉત્સવને યાદગાર બનાવવાની સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ બની રહ્યો છે.
| Benefited People | 1650 |
| Raised Of Amount | 100000 |
| Donated Of Amount | 100000 |
Please wait...