• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

પોરબંદર, તા. 11 ઑક્ટોબર, 2026:લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા લાયન્સ ઇન્ટરનેશનલના વિઝન સર્વિસ વીક અંતર્ગત પી.એમ. શ્રી નવાપરા પ્રાથમિક શાળા, છાયા ખાતે આંખની નિઃશુલ્ક સ્ક્રીનિંગનો કાર્યક્રમ યોજાયો હતો.

11 Oct 2026

લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા 550થી વધુ વિદ્યાર્થીઓની આંખોની તપાસ પોરબંદર, તા. 11 ઑક્ટોબર, 2026: લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા લાયન્સ ઇન્ટરનેશનલના વિઝન સર્વિસ વીક અંતર્ગત પી.એમ. શ્રી નવાપરા પ્રાથમિક શાળા, છાયા ખાતે આંખની નિઃશુલ્ક સ્ક્રીનિંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ 4થી 8ના 550થી વધુ વિદ્યાર્થીઓની આંખોની તપાસ કરી આંખોની સંભાળ અંગે જાગૃતિ આપવામાં આવી હતી. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આગળની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ક્લબના પ્રમુખ લાયન અશ્વિન ઠાકર, સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન હરદત્તપુરી ગોસ્વામી, શાળાનાં પ્રિન્સિપાલ હીરીબેન દાસા, મૌલિક જોશી, શિક્ષકો તથા લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, લાયન ડૉ. નયન જેઠવા, સર્વિસ વીક કમિટી ચેરમેન લાયન દીપક લાખાણી, લાયન કિરણભાઈ શાહ, લાયન પંકજ મોનાણી સહિત સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Benefited People 550
Raised Of Amount 3000
Donated Of Amount 3000
District 3232J

Please wait...