• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

વ્યસન અને નશા મુક્તિ

10 Aug 2026

વ્યસન અને નશા મુક્તિ અભિયાન પ્રોજેક્ટ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા શ્રીમતી સી. એમ. જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર(મ) માં સ્વચ્છતા તથા વ્યસન - નશા મુક્તિ અભિયાન પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વ્યસન અને નશા મુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા મોરબી તાલુકાની સી. એમ. જાકાસણીયા હાઈસ્કૂલ ના ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થી ભાઈઓ અને બહેનો વ્યસન અને નશા મુક્તિ અભિયાન મા જોડાયને તેમના મિત્ર સર્કલ, ઘર પરિવાર, સગા સ્નેહીજનો, સમાજના યુવા ભાઈઓ અને બહેનો બીડી, તમાકુ, દારૂ, ડ્રગ્સથી વિમુક્ત રહે તે માટે લાયન પરસોતમભાઈ એ કાલરિયા એ વ્યસનની વ્યાખ્યા આપી હતી. સમાજની નાની મોટી દરેક વ્યક્તિઓમા સુટેવ અને કુટેવરૂપી વ્યસનો હોય છે પણ કુટેવથી થતા વ્યસનોથી દૂર રહો અને સમાજ ઉત્થાન માટે તંદુરસ્ત પરિવાર માટે દરેક પ્રકારના વ્યસનોથી મુકત રહેવાનું માર્ગદર્શન આપ્યુ હતું. ત્યારબાદ પુર્વ પ્રમુખ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા એ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૂત્ર આપીને વિધાર્થીઓને સ્વચ્છતાનુ માર્ગદર્શન આપ્યુ, અને વ્યસનોથી થતા શારિરીક માનસિક નુકશાન, આર્થિક બરબાદી, કેન્સર જેવા રોગોને આમંત્રણ, આવા વ્યસનો થી યુવાધન બરબાદ થવું, યુવાનો એ ઘર તેમજ દેશનુ ભાવિ છે તે વિશે વિસ્તૃત સમજણ વિધાર્થીઓ ને આપી હતી. દરેક વિદ્યાર્થીઓ શાળા નો તમામ સ્ટાફ તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના તમામ સભ્યોને વ્યસન અને નશા મુક્તિ ના શપથ લા ટી સી ફુલતરિયા સાહેબ દ્વારા લેવડાવ્યા હતા. આ સ્વચ્છતા, વ્યસન - નશા મુક્તિ અભિયાન પ્રોજેક્ટમા પ્રમુખ લા જગદીશભાઈ ડી કાવર, પાસ્ટ પ્રમુખો લા કેશુભાઈ દેત્રોજા, લા અમરશી ભાઈ અમૃતિયા, લા અમિતભાઈ એસ સુરાણી તથા મેમ્બર પી. એ. કાલરિયા સાહેબ તેમજ સી એમ જાકાસણીયા હાઈસ્કૂલ ના તમામ સ્ટાફની પણ પ્રેરક હાજરી હતી. શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓને ખજાનચી લા મણીલાલ જે કાવર તરફથી ફુલ સ્કેપ બુક આપવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી સંજીવભાઈ જાવિયા એ દરેક લાયન સભ્યોને આવકારી શાબ્દિક સ્વાગત સન્માન કર્યુ હતુ અને કાર્યક્રમને અંતે મહેન્દ્રભાઈ સોનગ્રાએ આભારવિધિ કરી હતી. રીપોર્ટ બાય - સેક્રેટરી લા નાનજીભાઈ મોરાડિયા

Benefited People 200
Raised Of Amount 10000
Donated Of Amount 10000
District 3232J

Please wait...