• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

17-09-2026, ગુરુવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત ખાપટ સીમ શાળા નં. 2, પોરબંદર ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

17 Sep 2026

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” યોજાયું પોરબંદર, તા. 17-09-2026, ગુરુવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત ખાપટ સીમ શાળા નં. 2, પોરબંદર ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે લાયન્સ ક્લબ પોરબંદરના સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન હરદત્તપુરી ગોસ્વામીએ ઉપસ્થિત મહાનુભાવોના આગમનનો હેતુ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યો હતો. તેમજ ભારત સરકાર અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય વચ્ચે થયેલા સમજૂતી કરાર અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે બ્રહ્માકુમારી લીના દીદીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં ખાસ કરીને યુવા વર્ગ વિવિધ પ્રકારના વ્યસનોની ચપેટમાં આવી રહ્યો છે. કોઈપણ પ્રકારનું વ્યસન વ્યક્તિના તન, મન અને ધનની બરબાદીનું કારણ બને છે. વ્યસનના કારણે અનેક ગંભીર બીમારીઓ, જેમાં કેન્સર જેવી જીવલેણ બીમારીઓનો પણ સમાવેશ થાય છે, થવાની શક્યતા વધી જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” નામનું વિરાટ રાષ્ટ્રીય શપથ અભિયાન તા. 6 ઓગસ્ટ, 2026થી શરૂ કરવામાં આવ્યું છે, જે તા. 20 ઓક્ટોબર, 2026 સુધી ચાલશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના નાગરિકોને નશા અને વ્યસનથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાનો છે. કોમલ દીદીએ વિદ્યાર્થીઓને સમજાવતા જણાવ્યું હતું કે, એક વ્યક્તિ વ્યસન પાછળ દરરોજ મોટી રકમ ખર્ચી શકે છે, પરંતુ જ્યારે સારા પૌષ્ટિક ખોરાક, ફળો, ફૂલો કે સૂકા મેવા ખરીદવાની વાત આવે ત્યારે પોતાને ગરીબ ગણાવે છે. જો વ્યક્તિ વ્યસનમુક્ત બને તો વ્યસનમાં વપરાતા નાણાંનો ઉપયોગ સારા ખોરાક, પરિવારના સુખાકારી અને બાળકોના સારા ઉછેર માટે કરી શકાય. કોઈપણ પ્રકારનું વ્યસન અંતે વ્યક્તિની સાથે સમગ્ર પરિવારની પણ બરબાદીનું કારણ બને છે. તેમણે ભારતના યુવાનોને દેશની અમૂલ્ય શક્તિ ગણાવી જણાવ્યું હતું કે, દેશના યુવા વર્ગને વ્યસનથી દૂર રાખવો એ સમાજની સામૂહિક જવાબદારી છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશા મુક્ત જીવન જીવવા તેમજ પોતાના પરિવારજનો, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ વ્યસનથી દૂર રહેવા પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ત્રણ મિનિટનું ધ્યાન (મેડિટેશન) પણ કરાવવામાં આવ્યું હતું, જેના દ્વારા મનની એકાગ્રતા, શાંતિ અને સકારાત્મક વિચારસરણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન હરદત્તપુરી ગોસ્વામી, બ્રહ્માકુમારી લીના દીદી, શાળાના પ્રિન્સિપાલ ડો. સોનલબેન અમૃતિયા, દીપકભાઈ તેરૈયા, વૈશાલીબેન ડોડીયા, જીતેશભાઈ સિદ્ધપુરા સહિત શાળાના શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય સંદેશ “નશો છોડો, જીવન જોડો અને સ્વસ્થ તથા સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી બનો” એવો રહ્યો હતો.

Benefited People 450
Raised Of Amount 5000
Donated Of Amount 5000
District 3232J

Please wait...