• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

શ્રીમતી દુર્ગાબેન લાદીવાલાના તા. 17 ઓગસ્ટના પાવન જન્મદિવસ નિમિત્તે આયોજિત સાત દિવસીય સેવાકીય આયોજન અંતર્ગત તા. 21-08-2026ના રોજ વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

21 Aug 2026

છાંયડો આપતાં વૃક્ષોનું વાવેતર કરી જન્મદિવસની અનોખી ઉજવણી પોરબંદર, તા. 21-08-2026: લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા વર્ષ 1992થી પોરબંદરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સક્રિયપણે જોડાઈ સમાજસેવામાં અગ્રેસર રહેલાં શ્રીમતી દુર્ગાબેન લાદીવાલાના તા. 17 ઓગસ્ટના પાવન જન્મદિવસ નિમિત્તે આયોજિત સાત દિવસીય સેવાકીય આયોજન અંતર્ગત તા. 21-08-2026ના રોજ વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. દુર્ગાબેન લાદીવાલા પોરબંદરમાં રઘુવંશી સમાજની મહિલા અગ્રણી તરીકે મોખરાનું સ્થાન ધરાવે છે. તેઓ વર્ષોથી વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ સમાજના ઉત્થાન અને લોકસેવા માટે સતત કાર્યરત છે. પોતાના જન્મદિવસની ઉજવણીને માત્ર વ્યક્તિગત પ્રસંગ ન રાખી, તેને સમાજ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સાથે જોડવાનો સુંદર સંદેશ તેમણે આપ્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરની મહિલા સભ્યોને સાથે રાખી વિવિધ સ્થળોએ લીમડો, પીપળો, વડ, આસોપાલવ સહિત લાંબા સમય સુધી છાંયડો અને શીતળતા આપતાં વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષોનું જતન થાય અને ભવિષ્યમાં લોકો તથા પક્ષીઓ માટે આશ્રય અને છાંયડો બની રહે તેવા હેતુથી યોગ્ય સ્થળોની પસંદગી કરવામાં આવી હતી. વૃક્ષારોપણ અંગે દુર્ગાબેન લાદીવાલાએ જણાવ્યું હતું કે, “જન્મદિવસની ઉજવણીમાં મળતી ખુશી થોડા સમયની હોય છે, પરંતુ એક વૃક્ષ વાવી તેનું જતન કરવામાં આવે તો તે વર્ષો સુધી સમાજ અને પર્યાવરણને લાભ આપે છે. આવનારી પેઢીને સ્વચ્છ હવા, હરિયાળું વાતાવરણ અને છાંયડો મળે તે આપણી સૌની જવાબદારી છે.” લાયન્સ ક્લબ પોરબંદરની મહિલા સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા ‘એક જન્મદિવસ – એક વૃક્ષ’ જેવી પર્યાવરણલક્ષી ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું. સેવાકીય પ્રવૃત્તિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સુંદર સમન્વય સાધતા આ આયોજનને ઉપસ્થિત સૌએ બિરદાવ્યું હતું. દુર્ગાબેન લાદીવાલાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ આ સેવાકીય પ્રવૃત્તિએ “વૃક્ષ વાવો, વૃક્ષ ઉછેરો અને આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય આપો” એવો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

Benefited People 120
Raised Of Amount 12000
Donated Of Amount 12000
District 3232J

Please wait...