• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

પોરબંદર, તા. 13 ઑક્ટોબર, 2026:લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા એમ.ડી. સાયન્સ કોલેજ ખાતે આયોજિત ‘મધુરમ રાસોત્સવ–2026’ના ત્રીજા નોરતે 1200થી વધુ ખેલૈયાઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી.

13 Oct 2026

લાયન્સ ક્લબ પોરબંદરના ‘મધુરમ રાસોત્સવ–2026’ના ત્રીજા નોરતે 1200થી વધુ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી પોરબંદર, તા. 13 ઑક્ટોબર, 2026:લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા એમ.ડી. સાયન્સ કોલેજ ખાતે આયોજિત ‘મધુરમ રાસોત્સવ–2026’ના ત્રીજા નોરતે 1200થી વધુ ખેલૈયાઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી. માતાજીની આરતી અને વંદના સાથે શરૂ થયેલા કાર્યક્રમમાં મા ચંદ્રઘંટાની આરાધના સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો. સંગીતના તાલે ઝૂમતા ખેલૈયાઓ અને રાસપ્રેમીઓથી સમગ્ર પરિસર નવરંગી બની ગયું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રમુખ લાયન અશ્વિન ઠાકર, સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, ટ્રેઝરર લાયન પ્રજ્ઞા ગજ્જર, ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ લાયન કિશન મલકાણ, સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન હરદત્તપુરી ગોસ્વામી, પ્રોજેક્ટ ચેરમેન લાયન તુષાર પારેખ સહિત ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણીની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી. 1200થી વધુ ખેલૈયાઓની ઉત્સાહભરી ભાગીદારીથી ‘મધુરમ રાસોત્સવ–2026’ ભક્તિ, પરંપરા અને ઉત્સવના રંગે રંગાયો હતો.

Benefited People 1240
Raised Of Amount 95000
Donated Of Amount 95000
District 3232J

Please wait...