Please wait...
ગૌસેવા અને જીવદયા દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી પોરબંદર, તા. ૨૨-૦૮-૨૦૨૬: લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા સેવાભાવી લાયન દુર્ગાબેન લાદીવાલાના આર્થિક સહયોગથી મહારાણા મિલની પાછળ આવેલી ગૌશાળામાં ગાયોને ઘાસચારો તેમજ શ્વાનોને ભોજન આપવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૯૨થી પોરબંદરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તથા સામાજિક સંસ્થાઓ સાથે સક્રિયપણે જોડાયેલા લાયન દુર્ગાબેન લાદીવાલાના તા. ૧૭ ઓગસ્ટના પાવન જન્મદિવસ નિમિત્તે સાત દિવસીય સેવાકીય આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય આયોજન અંતર્ગત તા. ૨૨ ઓગસ્ટના રોજ ગૌશાળામાં ગાયોને ઘાસચારો અર્પણ કરવામાં આવ્યો તથા ત્યાંના શ્વાનોને ભોજન આપવામાં આવ્યું હતું. જીવમાત્ર પ્રત્યે કરુણા અને સેવાનો સંદેશ આપતી આ પ્રવૃત્તિ દ્વારા ગૌસેવા અને જીવદયાનું સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. જન્મદિવસની ઉજવણીને આનંદ અને દેખાવ પૂરતી મર્યાદિત ન રાખી, જરૂરિયાતમંદ જીવોની સેવા સાથે જોડવાનો દુર્ગાબેનનો આ પ્રયાસ પ્રશંસનીય રહ્યો હતો. આ સેવાકીય કાર્યક્રમ લાયન્સ ક્લબ પોરબંદરના પ્રમુખ લાયન અશ્વિન ઠાકરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પ્રસંગે લાયન દુર્ગાબેન લાદીવાલા તેમજ લાયન્સ ક્લબ પોરબંદર પરિવારની બહેનો ઉપસ્થિત રહી ગૌસેવા અને જીવદયાની આ સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બન્યા હતા. લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા દુર્ગાબેન લાદીવાલાના જન્મદિવસ નિમિત્તે યોજાઈ રહેલું આ સાત દિવસીય સેવાકીય આયોજન “જન્મદિવસની ઉજવણી સેવાના સંકલ્પ સાથે"નો પ્રેરણાદાયી સંદેશ આપી રહ્યું છે.
| Benefited People | 60 |
| Raised Of Amount | 3000 |
| Donated Of Amount | 3000 |
Please wait...