• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

પોરબંદર, તા. 13-09-2026, રવિવાર:લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા શિક્ષણ ક્ષેત્રે આગવી સેવાઓ આપી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાવાન શિક્ષકોના સન્માન માટે વિશેષ “પ્રતિભાવાન શિક્ષક સન્માન સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

13 Sep 2026

લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા પ્રતિભાવાન શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો પોરબંદર, તા. 13-09-2026, રવિવાર: લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા શિક્ષણ ક્ષેત્રે આગવી સેવાઓ આપી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાવાન શિક્ષકોના સન્માન માટે વિશેષ “પ્રતિભાવાન શિક્ષક સન્માન સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પવિત્ર સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ પોરબંદર જિલ્લાના એવા છ પ્રતિભાવાન શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી કામગીરી ઉપરાંત વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર યોગદાન આપી સરકાર તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન પ્રાપ્ત કર્યું છે. આ પ્રસંગે નીચેના પ્રતિભાવાન શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું: 1. શ્રી નીરવ જોશી – કડિયા પ્લોટ પે સેન્ટર શાળા, પોરબંદર 2. શ્રીમતી દર્શના પ્રમોદભાઈ માવદીયા – કુમાર પે સેન્ટર શાળા, છાયા 3. શ્રીમતી દક્ષાબેન પરબતભાઈ મંડેરા – કે. બી. જોશી કન્યા વિદ્યાલય, છાયા 4. શ્રીમતી હર્ષાબેન હિંમતસિંહ પઢિયાર – બિલડી સીમ શાળા, બખરલા 5. શ્રીમતી સોનલબેન વંશ – પ્રિન્સિપાલ, ચાણક્ય વિદ્યાલય, છાયા 6. શ્રી લાખણશી આગઠ – નરસંગ ટેકરી પ્રાથમિક શાળા, પોરબંદર લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા શિક્ષકોનું સન્માન કરતાં જણાવાયું હતું કે શિક્ષક માત્ર જ્ઞાન આપનાર વ્યક્તિ નથી, પરંતુ વિદ્યાર્થીના જીવનને સાચી દિશા આપનાર ઘડવૈયો છે. શિક્ષકની નિષ્ઠા, સંસ્કાર અને સેવાભાવથી જ સમાજ અને રાષ્ટ્રનું ભવિષ્ય ઘડાય છે. આવા પ્રતિભાવાન શિક્ષકોની કામગીરીને બિરદાવવી અને તેમનું સન્માન કરવું એ સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે. આ સન્માન સમારોહમાં લાયન ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, ટ્રેઝરર લાયન પ્રજ્ઞાબેન ગજ્જર, ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ લાયન કિશન મલકાણ, સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન હરદત્ત પુરી ગોસ્વામી સહિત લાયન્સ ક્લબના અન્ય સભ્યો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન લાયન કેતન હિંડોચા દ્વારા કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરી “સેવા, સન્માન અને સમાજ પ્રત્યેની જવાબદારી”ની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ સૌની ઉપસ્થિતિ અને સહકારથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Benefited People 110
Raised Of Amount 30000
Donated Of Amount 30000
District 3232J

Please wait...