• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા તા.29-08-2026 શનિવારના રોજ જૂની કોર્ટ કમ્પાઉન્ડ,પોરબંદર ખાતે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે 1000 કિટ વિતરણ અંતર્ગત 80 રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું.

29 Aug 2026

જન્માષ્ટમી નિમિત્તે લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા રાશન કીટ વિતરણ લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીનો તહેવાર દરેક પરિવાર આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવી શકે, પોતાના પરિવાર સાથે ભજન-કીર્તન તથા ધાર્મિક ભાવના સાથે તહેવારની ઉજવણી કરી શકે અને તહેવારના દિવસોમાં રોજિંદા જીવનની આર્થિક ચિંતા થોડી હળવી બને તેવા સેવાભાવી ઉદ્દેશ સાથે લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા વિવિધ સ્થળોએ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં લાયન્સ ક્લબ પોરબંદરના સભ્યો ઉપરાંત પોરબંદરના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના વરદ હસ્તે જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ અર્પણ કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા તહેવારોને માત્ર ઉજવણી પૂરતા સીમિત ન રાખી, સમાજના જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં પણ ખુશીઓ અને આનંદ પહોંચે તેવા સેવાકાર્યો સતત કરવામાં આવે છે. જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલ આ રાશન કીટ વિતરણ પણ ‘સેવા પરમો ધર્મઃ’ની ભાવનાને સાકાર કરતું એક સરાહનીય સેવાકાર્ય બની રહ્યું હતું.

Benefited People 2800
Raised Of Amount 88000
Donated Of Amount 88000
District 3232J

Please wait...