• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

તા. 14-10 2026:લાયન્સ ક્લબ પોરબંદર અને રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ તેમજ ભાજપ પરિવાર, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે જીલ્લા ભાજપ પરીવાર કમલમ્ પોરબંદર ખાતે સોમવાર રોજ નિઃશુલ્ક સુપર મેગા નેત્ર નિદાન અને નેત્રમણિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

14 Oct 2026

વિઝન સર્વિસ વીક અંતર્ગત લાયન્સ ક્લબ પોરબંદર,રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ભાજપ પરિવાર પોરબંદરના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સુપર મેગા નેત્ર નિદાન અને નેત્રમણિ કેમ્પ યોજાયો 67થી વધુ દર્દીઓની આંખોની તપાસ, 43 દર્દીઓને નેત્રમણિ ઓપરેશન માટે રાજકોટ મોકલાયા પોરબંદર, તા. 14 ઓક્ટોબર, 2026: લાયન્સ ક્લબ પોરબંદર અને રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ તેમજ ભાજપ પરિવાર, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે જીલ્લા ભાજપ પરીવાર કમલમ્ પોરબંદર ખાતે સોમવાર, તા. 14 ઓક્ટોબર, 2026ના રોજ નિઃશુલ્ક સુપર મેગા નેત્ર નિદાન અને નેત્રમણિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને આંખોની સારવાર અને નેત્રમણિ ઓપરેશનની સુવિધા નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવાનો હતો. કેમ્પનો પ્રારંભ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, લાયન્સ ક્લબ પોરબંદરના પ્રમુખ લાયન અશ્વિન ઠાકર તથા કેમ્પમાં ઉપસ્થિત તબીબોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 67થી વધુ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. નિદાન બાદ જરૂરિયાતમંદ દર્દીઓને તબીબી સલાહ મુજબ દવાઓ અને આગળની સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નેત્રમણિ ઓપરેશનની જરૂરિયાત ધરાવતા 43 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા. દર્દીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ આવવા-જવા માટેની વ્યવસ્થા તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સેવાકીય કેમ્પમાં લાયન્સ ક્લબ પોરબંદરના સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન હરદત્તપુરી ગોસ્વામી, લાયન પંકજ ચંદારાણા, લાયન કીર્તિકુમાર થાનકી, લાયન પંકજ મોનાણી અને લાયન ડૉ. નયનાબેન જતી ઉપસ્થિત રહ્યાં હતાં. કેમ્પને સફળ બનાવવા માટે ક્લબના સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, સર્વિસ વીક કમિટીના ચેરમેન લાયન દીપક લાખાણી, લાયન સંજય માળી સહિત અન્ય લાયન મિત્રોએ જહેમત ઉઠાવી હતી. આ નિઃશુલ્ક નેત્ર નિદાન અને નેત્રમણિ કેમ્પ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને આંખોની સારવારની સુવિધા પૂરી પાડીને લાયન્સ ક્લબ પોરબંદર અને રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટે માનવસેવા અને આરોગ્યસેવાના ક્ષેત્રે સરાહનીય કામગીરી કરી હતી.

Benefited People 120
Raised Of Amount 50000
Donated Of Amount 50000
District 3232J

Please wait...