Please wait...
પોરબંદર, તા. 11 ઑક્ટોબર, 2026: ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પવિત્ર પર્વ શારદીય નવરાત્રિના અવસરે લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા તા. 10થી 19 ઑક્ટોબર, 2026 દરમિયાન એમ.ડી. સાયન્સ કોલેજ, પોરબંદર ખાતે આયોજિત ‘મધુરમ રાસોત્સવ–2026’નો ભવ્ય પ્રારંભ થયો હતો. પ્રથમ નોરતે જ ઉત્સાહ, ઉમંગ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ખેલૈયાઓએ ગરબા અને રાસની રમઝટ બોલાવી મહોત્સવને યાદગાર બનાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતી અને વંદના સાથે કરવામાં આવી હતી. શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે આસો સુદ એકમ નિમિત્તે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા-અર્ચના કરી સૌએ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ પોરબંદર શહેરના ખેલૈયાઓ વિવિધ રંગબેરંગી અને આકર્ષક પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ સંગીતના તાલે મન મૂકીને ઝૂમી ઊઠ્યા હતા. પરંપરાગત ગરબા અને રાસની રમઝટ વચ્ચે સમગ્ર પરિસર ભક્તિ, સંગીત અને ઉત્સાહના રંગે રંગાઈ ગયું હતું. શહેરના અનેક અગ્રણી નાગરિકો, મહાનુભાવો અને રાસપ્રેમીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નવરાત્રિના આનંદમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રમુખ લાયન અશ્વિન ઠક્કર, સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, ટ્રેઝરર લાયન પ્રજ્ઞા ગજ્જર, ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ લાયન કિશન મલકાણ,સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન હરદત્તપુરી ગોસ્વામી,લાયન સુભાષ ઠકરાર, પ્રોજેક્ટ ચેરમેન લાયન તુષાર પારેખ સહિત લાયન્સ ક્લબના સભ્યો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ નોરતે 1,000થી વધુ ખેલૈયાઓની ઉત્સાહભેર ઉપસ્થિતિએ મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. મોડી રાત સુધી ખેલૈયાઓએ ગરબા અને રાસની રમઝટ સાથે નવરાત્રિના આનંદને બમણો કર્યો હતો. ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક શ્રદ્ધા, પરંપરા અને સામૂહિક આનંદના સુંદર સમન્વય સાથે ‘મધુરમ રાસોત્સવ–2026’નો બીજો દિવસ યાદગાર બની રહ્યો હતો. લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા આયોજિત આ રાસોત્સવ નવરાત્રિના દિવસો દરમિયાન નગરજનોને આનંદ, ઉમંગ અને સંસ્કૃતિના રંગે રંગવાનો એક સુંદર પ્રયાસ છે. આ મહોત્સવના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત ગરબાની સમૃદ્ધ વિરાસતને જીવંત રાખવાની સાથે સમાજમાં એકતા, સ્નેહ અને ભાઈચારાની ભાવનાને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.
| Benefited People | 1045 |
| Raised Of Amount | 95000 |
| Donated Of Amount | 95000 |
Please wait...