• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા તા 26-09-2026 શનિવાર ના 50 વર્ષથી વધુની લાયન સેવા બદલ PMJF PDG લાયન સુરેશભાઈ કોઠારીનું સન્માન

25 Sep 2026

લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા તા 26-09-2026 શુક્રવારના 50 વર્ષથી વધુની લાયન સેવા બદલ PMJF PDG લાયન સુરેશભાઈ કોઠારીનું સન્માન લાયન્સ ક્લબ પોરબંદરની સ્થાપના પણ 64 વર્ષ અગાઉ થઈ હતી. પોરબંદર લાયન્સ ક્લબ સાથે લાંબા સમયથી જોડાયેલા અને 50 વર્ષથી વધુ સમયથી લાયન તરીકે સેવા આપનાર PMJF PDG લાયન સુરેશભાઈ કોઠારીનું તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. લાયન સુરેશભાઈ કોઠારીએ લાયન્સ સંસ્થામાં પાંચ દાયકાથી વધુ સમય સુધી વિવિધ જવાબદારીઓ નિભાવીને સેવાભાવ, સમર્પણ અને નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લાયન્સ ઇન્ટરનેશનલ જેવી વૈશ્વિક સેવાભાવી સંસ્થામાં આટલા લાંબા સમય સુધી જોડાયેલા રહી અનેક ઉચ્ચ પદો પર સેવા આપવી એ પોરબંદર લાયન્સ ક્લબ માટે પણ ગૌરવની બાબત છે. પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમનો લાયનવાદ અને સેવાભાવ આજે પણ એટલો જ પ્રબળ અને જીવંત છે. લાયન્સ ક્લબની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં આજે પણ તેમનું માર્ગદર્શન, યોગદાન અને ઉપસ્થિતિ નોંધપાત્ર બની રહે છે. તેમની પાંચ દાયકાથી વધુની સેવાયાત્રા નવી પેઢીના લાયન સભ્યો માટે પ્રેરણારૂપ બની રહી છે. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, PDG લાયન સુરેશભાઈ સંઘવી, PDG લાયન રમેશભાઈ કોટેચા, PDG લાયન રમેશભાઈ ધેટીયા, PDG લાયન ભરતભાઈ મહેતા, PDG લાયન અભયભાઈ શાહ, ટ્રેઝરર લાયન પ્રજ્ઞાબેન ગજ્જર તથા અનુપમાબેન કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ પોરબંદર પરિવાર દ્વારા વરિષ્ઠ લાયન PMJF PDG લાયન સુરેશભાઈ કોઠારીની દીર્ઘકાળીન સેવાઓને વંદન કરી તેમના સ્વસ્થ અને દીર્ઘ આયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Benefited People 150
Raised Of Amount 10000
Donated Of Amount 10000
District 3232J

Please wait...