Please wait...
બ્રહ્માકુમારીઝ પોરબંદર અને લાયન્સ કલબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન અંતર્ગત આજરોજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય લાઈટહાઉસ ખાતે રાજયોગીની બ્રહ્માકુમારી ગીતાદીદીના અધ્યક્ષ સ્થાને શુભારંભ સમારોહ યોજવામાં આવેલ આ તકે આ તકે પોરબંદર જીલ્લા કલેકટર શ્રી ધાનાણી સહેબ લાયન્સ કલબ પોરબંદરના પ્રેસિડન્ટ લાયન અશ્વિન ઠાકર, સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, લાયન રાજેશભાઈ લાખાણી, લાયન સંજય માળી, લાયન પંકજ મોનાણી તેમજ બ્રહ્માકુમારીઝના હોદ્દેદારો તથા સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીંને નશા મુકત્તિ અભિયાનમાં જોડાયેલ તેમજ નશા મુક્તિના સપથ ગ્રહણ કરેલ, આ કાર્યક્રમનું સુંદર સંચાલન બ્રહ્માકુમારી લીનાદીદી દ્વારા ખુબ જ રસપ્રદ ભાષામાં કરવામાં આવેલ. આ સેવાકીય કાર્યમાં લાયન્સ ક્લબ પોરબંદરને સામેલ કરવામાં આવતા લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા સાથ સહકારની કટ્ટીબદ્ધતા સાથે આભાર વ્યક્ત કરેલ.
| Benefited People | 150 |
| Raised Of Amount | 5500 |
| Donated Of Amount | 5500 |
Please wait...