• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

તા. 26/9/ 2026:લાયન્સ ઇન્ટરનેશનલ મલ્ટીપલ ડિસ્ટ્રિક્ટ 3232 દ્વારા લાયન્સના 70 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અમદાવાદ ખાતે “70 યર સેલિબ્રેશન” અંતર્ગત 50 વર્ષથી વધુ સમયથી લાયન્સ સભ્ય તરીકે અવિરત સેવા આપી રહેલા ડિસ્ટ્રિક્ટ 3232ના વરિષ્ઠ લાયન સભ્યોનો સન્માન સમારોહ

25 Sep 2026

લાયન્સ ક્લબ પોરબંદરનું અમદાવાદ ખાતે ગૌરવભર્યું સન્માન પોરબંદર તા. 26 સપ્ટેમ્બર, 2026: લાયન્સ ઇન્ટરનેશનલ મલ્ટીપલ ડિસ્ટ્રિક્ટ 3232 દ્વારા લાયન્સની સેવાયાત્રાના 70 વર્ષ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસર નિમિત્તે અમદાવાદની હયાત હોટેલ ખાતે “70 યર સેલિબ્રેશન” અંતર્ગત 50 વર્ષથી વધુ સમયથી કાર્યરત ક્લબો તથા લાયન્સ સભ્ય તરીકે અવિરત સેવા આપી રહેલા મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ 3232ના વરિષ્ઠ લાયન સભ્યોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો જેમાં લાયન્સ કલબ પોરબંદરના પ્રેસિડન્ટ લાયન અશ્વિન ઠાકરએ ક્લબ વતી સન્માન સ્વીકાર્યું હતું. લાયન્સ ક્લબ પોરબંદરની સ્થાપના વર્ષ 1962માં થઈ હતી. વર્ષ 2026માં ક્લબ પોતાની સેવાકીય પ્રવૃત્તિઓના 64 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ ગૌરવપૂર્ણ સફર દરમિયાન ક્લબે સમાજસેવા, માનવસેવા અને જનકલ્યાણના વિવિધ ક્ષેત્રોમાં સતત નોંધપાત્ર સેવાઓ આપી છે. લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા વર્ષોથી વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે: - શિક્ષણ ક્ષેત્રે સેવા અને સહયોગ - આરોગ્યલક્ષી સેવાઓ, જેમાં મેડિકલ કેમ્પ તથા આંખની તપાસ જેવા કાર્યક્રમો - ગૌસેવા અને જીવદયા પ્રવૃત્તિઓ - વ્યસનમુક્તિ અંગે જાગૃતિ અને અભિયાન - તેમજ સમાજના જરૂરિયાતમંદ લોકો માટે વિવિધ સામાજિક અને માનવતાવાદી સેવાકાર્યો છેલ્લા 64 વર્ષોથી “We Serve”ની ભાવનાને સાકાર કરતાં લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા સમાજના વિવિધ વર્ગો સુધી સેવા પહોંચાડવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી લાયન્સની નિઃસ્વાર્થ સેવા, સમર્પણ અને સમાજપ્રતિની પ્રતિબદ્ધતાના પાંચ દાયકાથી વધુ સમયના અમૂલ્ય વારસાને જીવંત રાખનારા વરિષ્ઠ લાયન સભ્યો પોતાના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત લાયન્સ કલબના વિવિધ ડ્રિસ્ટ્રિક હોદ્દેદારો, આમંત્રિત મહાનુભાવો અને લાયન્સ પરિવારની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને ગૌરવ અને ભાવનાત્મક ઉષ્માથી ભરી દીધો હતો. આ ઐતિહાસિક સન્માન સમારોહમાં લાયન્સ ક્લબ પોરબંદરના બે દીર્ઘસેવક અને વરિષ્ઠ લાયન સભ્યોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદરના સિનિયર મોસ્ટ ફિઝિશિયન અને "પોરબંદરના ગાંધી" “ભીષ્મ પિતામહ” તરીકે પોતાની આગવી ઓળખ ધરાવતા લાયન ડૉ. સુરેશ ગાંધી સાહેબ છેલ્લા 59 વર્ષથી લાયન્સ ક્લબ પોરબંદરના સભ્ય તરીકે જોડાયેલા રહી વિવિધ ઉચ્ચ હોદ્દાઓ પર રહી સમાજસેવાની અવિરત જ્યોત પ્રજ્વલિત રાખી છે. તબીબી ક્ષેત્ર સાથે સાથે સામાજિક સેવામાં પણ તેમણે આપેલું યોગદાન પોરબંદરની સેવા પરંપરાનું એક ગૌરવપૂર્ણ પ્રકરણ છે. તે જ રીતે પોરબંદરના અન્ય વરિષ્ઠ લાયન સભ્ય લાયન સુરેશભાઈ કોઠારી પણ 58 વર્ષથી વધુ સમયથી લાયન્સ પરિવાર સાથે અતૂટ નાતો જાળવી વિવિધ જવાબદારીઓ અને ઉચ્ચ હોદ્દાઓ પર રહી પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેમની દીર્ઘ સેવાયાત્રા લાયન્સ ક્લબ પોરબંદર માટે ગૌરવની બાબત છે. આ બંને મહાનુભાવોની વિશેષતા માત્ર એટલી જ નથી કે તેમણે આંતરરાષ્ટ્રીય સેવાભાવી સંસ્થા લાયન્સ ક્લબમાં છ દાયકાની નજીકનો અમૂલ્ય સમય આપ્યો છે; પરંતુ પોરબંદરની અન્ય પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થાઓ સાથે પણ તેઓ આજે પર્યંત સક્રિયપણે જોડાયેલા રહી સમાજહિતના કાર્યોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. દીર્ઘ સભ્યપદ કરતાં પણ દીર્ઘ સેવા અને સમાજ પ્રત્યેનું સતત સમર્પણ તેમની સાચી ઓળખ છે. આ ગૌરવપૂર્ણ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રતિનિધિ તરીકે પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર તથા ટ્રેઝરર લાયન પ્રજ્ઞા ગજ્જર ઉપસ્થિત રહી બંને વરિષ્ઠ લાયન મિત્રોના સન્માનમાં સહભાગી બન્યા હતા. લાયન્સ ક્લબ પોરબંદર પરિવાર માટે આ ક્ષણ ખરેખર ગૌરવ, આનંદ અને પ્રેરણાનો સુવર્ણ પ્રસંગ બની રહી છે. પાંચથી વધુ દાયકાની તેમની સેવાયાત્રા આવનારી પેઢીના લાયન સભ્યો માટે દીવાદાંડી સમાન છે. લાયન્સ ક્લબ પોરબંદર પરિવાર વતી બંને વરિષ્ઠ લાયન મિત્રોને તેમની દીર્ઘ, નિષ્કામ અને અવિરત સેવાઓ બદલ હાર્દિક અભિનંદન, તેમજ તેઓ સ્વસ્થ, પ્રસન્ન અને સક્રિય જીવન સાથે દીર્ઘાયુ પ્રાપ્ત કરે અને સમાજસેવાની તેમની સુવાસ વર્ષો સુધી ફેલાતી રહે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

Benefited People 450
Raised Of Amount 16000
Donated Of Amount 16000
District 3232J

Please wait...