• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

મિશન ગ્રીન રાજકોટ અંતર્ગત નિઃશુલ્ક રોપા વિતરણ

14 Aug 2026

લાયન્સ ક્લબ રાજકોટ રોયલ સિટી અને લાયન્સ ક્લબ રાજકોટ પ્રાઈડ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા તથા શ્રી મીરામ્બિકા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી પર્યાવરણ સંરક્ષણ અને રાજકોટ શહેરને વધુ હરિયાળું બનાવવાના ઉદ્દેશ્ય સાથે નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 14 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી, શ્રી મીરામ્બિકા સ્પોર્ટ્સ સંકુલ, સ્વામી કૃપા પાસે, રાધાનગર ચોકડી બાજુ, રાજકોટ ખાતે નાગરિકોને નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિ દ્વારા વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ માટે પ્રેરાય અને વૃક્ષોના જતન દ્વારા શહેરમાં હરિયાળી વધે તેવો સંદેશ આપવામાં આવ્યો. “આવો, સાથે મળીને રાજકોટ શહેરને હરિયાળું બનાવીએ” ના સંકલ્પ સાથે સભ્યો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

Benefited People 1000
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...