Please wait...
લાયન્સ ક્લબ રાજકોટ પ્રાઈડ દ્વારા Project Hunger અંતર્ગત વર્ષોની પરંપરા અનુસાર જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે 80 જરૂરિયાતમંદ વિધવા માતાઓને ફરસાણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. જન્માષ્ટમીના તહેવારની ખુશીઓ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચે અને વંચિત માતાઓ પણ તહેવારની ઉજવણી આનંદપૂર્વક કરી શકે તેવા ઉમદા હેતુથી આ સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લબના સભ્યો તથા સ્વયંસેવકોએ માતાઓને પ્રેમ અને સન્માન સાથે ફરસાણ કીટ અર્પણ કરી તેમની સાથે તહેવારની ખુશીઓ વહેંચી. આ સેવાકાર્ય દ્વારા માનવતા, સહાનુભૂતિ અને જરૂરિયાતમંદોની સેવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો.
| Benefited People | 400 |
| Raised Of Amount | 35000 |
| Donated Of Amount | 35000 |
Please wait...