• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

nasamukti abhiya

14 Aug 2026

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” યોજાયું પોરબંદર, તા. 14-08-2026, શુક્રવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત કે. બી. જોષી કન્યા વિદ્યાલય, પોરબંદર ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના પ્રિન્સીપાલ દક્ષાબેન મંડેરાના માર્ગદર્શન હેઠળ મનોજભાઈ મોઢવાડિયા દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા સંસ્થાના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિનભાઈ ઠાકરએ જણાવ્યું હતું કે, આજે અખંડ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને આવતીકાલે સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થનાર છે. ભારતે અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્રતા મેળવી છે, પરંતુ દેશના યુવાનો અને નાગરિકો વ્યસનમુક્ત બને ત્યારે જ સાચા અર્થમાં ભારતને સંપૂર્ણ સ્વતંત્ર કહી શકાય. તેમણે યુવાનોને વ્યસનોથી દૂર રહી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. બ્રહ્માકુમારી લીના દીદીએ જણાવ્યું હતું કે આજના સમયમાં ખાસ કરીને યુવા વર્ગ વિવિધ પ્રકારના વ્યસનોની ગંભીર અસર હેઠળ આવી રહ્યો છે. વ્યસન વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે તેના પરિવાર, સામાજિક જીવન અને સમગ્ર સમાજના વિકાસને પણ અસર કરે છે. યુવા શક્તિ દેશની અમૂલ્ય સંપત્તિ છે અને તેને વ્યસનોથી મુક્ત રાખી રાષ્ટ્રસેવા માટે ઉપયોગી બનાવવી જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વ્યસનમુક્તિ માટે આધ્યાત્મિક અને ધાર્મિક સંસ્થાઓની ભૂમિકા પણ ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે. આ હેતુસર ભારત સરકારના સહયોગથી “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” હાથ ધરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાં 10 કરોડથી વધુ લોકોને નશામુક્ત જીવન જીવવાની પ્રતિજ્ઞા લેવડાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. બ્રહ્માકુમારી લીના દીદીએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશામુક્ત જીવન જીવવા તેમજ પોતાના પરિવારજનો, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ વ્યસનોથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પાંચ મિનિટનું ધ્યાન (મેડિટેશન) પણ કરાવવામાં આવ્યું હતું. જેના દ્વારા મનને શાંત રાખવા, એકાગ્રતા વધારવા અને સકારાત્મક જીવનશૈલી અપનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિનભાઈ ઠાકર, લાયન કેતન હિંડોચા, પ્રિન્સીપાલ દક્ષાબેન મંડેરા, માલીબેન ઓડેદરા, મનોજભાઈ મોઢવાડિયા, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી પ્રજ્ઞાબેન, જીતેશભાઈ સિદ્ધપુરા સહિત શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નશાના દુષ્પરિણામો અંગે જાગૃતિ લાવી નશામુક્ત વ્યક્તિ, નશામુક્ત પરિવાર અને નશામુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા માટે પ્રેરણા આપવાનો હતો.

Benefited People 230
Raised Of Amount 5800
Donated Of Amount 5800
District 3232J

Please wait...