Please wait...
લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા 350થી વધુ વિદ્યાર્થીઓની આંખોની તપાસ પોરબંદર, તા. 13 ઑક્ટોબર, 2026: લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા લાયન્સ ઇન્ટરનેશનલના વિઝન સર્વિસ વીક અંતર્ગત રસિકબાપા રોટલા વાળા ટ્રસ્ટ સંચાલિત માતૃછાયા પ્રાથમિક શાળા, પોરબંદર ખાતે આંખની નિઃશુલ્ક સ્ક્રીનિંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ 1થી 8ના 350થી વધુ વિદ્યાર્થીઓની આંખોની તપાસ કરી આંખોની સંભાળ અંગે જાગૃતિ આપવામાં આવી હતી. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આગળની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ક્લબના પ્રમુખ લાયન અશ્વિન ઠાકર, સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન હરદત્તપુરી ગોસ્વામી, શાળાનાં પ્રિન્સિપાલ ભાવિષા બેન મોદી, અન્ય શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, સર્વિસ વીક કમિટી ચેરમેન લાયન દીપક લાખાણી, લાયન કિરણભાઈ શાહ, લાયન પંકજ મોનાણી સહિત સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
| Benefited People | 350 |
| Raised Of Amount | 6000 |
| Donated Of Amount | 6000 |
Please wait...