• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

તા. 29-09-2026: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા, છાંયા ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

29 Sep 2026

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” યોજાયું પોરબંદર, તા. 29-09-2026: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત શ્રી નીલકંઠવર્ણી શિક્ષણ સેવા કેન્દ્ર, છાંયા સંચાલિત શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા, છાંયા ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના શાસ્ત્રી ધર્મતનય સ્વામી દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા સંસ્થાના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર દ્વારા “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંગે વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. તેમણે નશામુક્ત સમાજના નિર્માણ માટે યુવા પેઢીની ભૂમિકા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. બ્રહ્માકુમારી કોમલ દીદીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે વ્યસનના કારણે વ્યક્તિ, પરિવાર અને સમગ્ર સમાજ પ્રગતિના માર્ગથી દૂર જઈ રહ્યો છે. તેમણે વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશા મુક્ત જીવન જીવવા તેમજ પરિવારજનો, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ વ્યસનથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. બ્રહ્માકુમારી લીના દીદીએ વ્યસનમુક્તિ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે આજના સમયમાં ખાસ કરીને યુવા વર્ગ વિવિધ પ્રકારના વ્યસનોની ચપેટમાં આવી રહ્યો છે. વ્યસનના કારણે યુવાનોના સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર અને સમગ્ર જીવન પર વિપરીત અસર પડે છે. તેમણે યુવા પેઢીને વ્યસનોથી દૂર રહી સ્વસ્થ અને સશક્ત જીવન જીવવા તેમજ તંદુરસ્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે નાર્કોટિક્સ વિભાગના લાખણશીભાઈ ભૂતિયા દ્વારા ગાંજો, ચરસ તથા વિવિધ પ્રકારના નશીલા અને ડ્રગ્સ પદાર્થો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને યુવા પેઢીને નિશાન બનાવતા નશીલા પદાર્થોના ગેરકાયદેસર ઉપયોગથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી. ઉપરાંત નશીલા પદાર્થોના ગેરકાયદેસર ઉપયોગના કિસ્સામાં થતી કાયદાકીય કાર્યવાહી અને તેના પરિણામે સરકારી નોકરી, પાસપોર્ટ સહિતની બાબતોમાં ઊભી થઈ શકતી મુશ્કેલીઓ અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તથા અન્ય લોકોને પણ નશામુક્ત જીવન માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, શાળાના પ્રિન્સિપાલ રીટાબેન જોશી, શાસ્ત્રી ધર્મતનય સ્વામી, નાર્કોટિક્સ વિભાગના લાખણશીભાઈ ભૂતિયા, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી કોમલ દીદી, જીતેશભાઈ સિદ્ધપુરા સહિત શાળાના શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નશા મુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે યોજાયેલા આ જાગૃતિ કાર્યક્રમને વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

Benefited People 450
Raised Of Amount 4000
Donated Of Amount 4000
District 3232J

Please wait...