Please wait...
લાયન્સ ક્લબ પોરબંદરના રાસોત્સવ–2026’માં ચાર દિવ્યાંગ સંસ્થાઓનાં બાળકો અને વાલીઓએ ગરબા-રાસની મોજ માણી પોરબંદર, તા. 17 ઑક્ટોબર, 2026: લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા આયોજિત ‘ના સાતમા નોરતે પોરબંદરની ચાર દિવ્યાંગ સંસ્થાઓનાં બાળકો અને વાલીઓએ ગરબા-રાસની મોજ માણી હતી. સેવાભાવ અને સામાજિક સમરસતાના સુંદર ઉદાહરણરૂપ આ કાર્યક્રમમાં આશરે 200 દિવ્યાંગ બાળકો તથા અન્ય લાભાર્થીઓએ પોતાના વાલીઓ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે આશીર્વાદ દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર, આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ (છાંયા), BRC રિસોર્સ રૂમ તથા ગાંધી આશ્રમના બાળકો અને લાભાર્થીઓ સંગીતના તાલે ગરબા-રાસમાં જોડાયા હતા. બાળકો અને વાલીઓના ચહેરા પર છલકાતો આનંદ તથા તેમનો ઉત્સાહ કાર્યક્રમને વધુ યાદગાર બનાવતો હતો. લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા ઉપસ્થિત દિવ્યાંગ બાળકો અને વાલીઓ માટે નાસ્તો, ઠંડાં પીણાં તથા આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત, દરેકને મિલ્ટન કંપનીની એક-એક લિટરની વોટર બેગ પણ આપવામાં આવી હતી. દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓને નવરાત્રિના ઉત્સવમાં સહભાગી બનાવી તેમને આનંદની અનુભૂતિ કરાવવાનો લાયન્સ ક્લબનો આ સેવાભાવી પ્રયાસ પ્રશંસનીય રહ્યો હતો. આ પહેલ દ્વારા દિવ્યાંગજનોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા, તેમને સમાન તક પૂરી પાડવા અને સામાજિક સમરસતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રમુખ લાયન અશ્વિન ઠાકર, સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, ટ્રેઝરર લાયન પ્રજ્ઞા ગજ્જર, ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ લાયન કિશન મલકાણ, સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન હરદત્તપુરી ગોસ્વામી , લાયન રાજેશ લાખાણી,લાયન પ્રણવભાઈ શાહ, લાયન નલીનભાઈ કક્કડ, લાયન જયુભાઈ પારેખ સહિત ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આમ, ચાર દિવ્યાંગ સંસ્થાઓનાં આશરે 200 બાળકો અને લાભાર્થીઓની આનંદમય સહભાગિતાથી સાતમું નોરતું ભક્તિ, સંસ્કૃતિ, સેવાભાવ અને માનવતાના રંગે રંગાયો હતો.
| Benefited People | 360 |
| Raised Of Amount | 60000 |
| Donated Of Amount | 60000 |
Please wait...