• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

17-09-2026, ગુરુવાર: ગુજરાત પોલીસ એન્ટી નાર્કોટિક્સ સેલ તેમજ નશાબંધી અને આબકારી કચેરી, પોરબંદર સંયુક્ત ઉપક્રમે વી. આર. ગોઢાણીયા કોમર્સ કોલેજ, પોરબંદર ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયેલ

17 Sep 2026

પોરબંદર, તા. 17-09-2026, ગુરુવાર: ગુજરાત પોલીસ એન્ટી નાર્કોટિક્સ સેલ તેમજ નશાબંધી અને આબકારી કચેરી, પોરબંદર સંયુક્ત ઉપક્રમે વી. આર. ગોઢાણીયા કોમર્સ કોલેજ, પોરબંદર ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયેલ જેમાં લાયન્સ ક્લબ પોરબંદર સહભાગી બનેલ. કાર્યક્રમના પ્રારંભે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સંસ્થાના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી કોમલ દીદીએ વ્યસનમુક્તિ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે આજના સમયમાં ખાસ કરીને યુવા વર્ગ વિવિધ પ્રકારના વ્યસનોની ચપેટમાં આવી રહ્યો છે. કોઈપણ પ્રકારનું વ્યસન વ્યક્તિના તન, મન અને ધન—ત્રણેનો વિનાશ કરે છે. તેમણે સમજાવ્યું કે જો દરરોજ માત્ર રૂ. 10 પણ વ્યસન પાછળ ખર્ચવામાં આવે તો 30 વર્ષમાં રૂ. 1,08,000 જેટલી રકમ વ્યસનમાં વપરાઈ જાય છે. આટલી રકમ કમાવવા માટે કેટલો સમય અને પરિશ્રમ કરવો પડે તે પણ વિચારવા જેવી બાબત છે. વ્યસન માત્ર વ્યક્તિને જ નહીં, પરંતુ અંતે સમગ્ર પરિવારને પણ નુકસાન પહોંચાડે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત પાસે મોટી સંખ્યામાં યુવા શક્તિ છે અને આ યુવાધન દેશની અમૂલ્ય સંપત્તિ છે. જો યુવાનો વ્યસનથી દૂર રહીને પોતાની શક્તિનો સકારાત્મક દિશામાં ઉપયોગ કરે તો દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. નશાબંધી અને આબકારી વિભાગના અધ્યક્ષ પી. આર. ગોહેલ સાહેબ દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશામુક્ત જીવન જીવવા અને પરિવારજનો, મિત્રો તેમજ સમાજના અન્ય લોકોને પણ વ્યસનથી દૂર રહેવા પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડન્ટ લાયન અશ્વિન ઠાકર, સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતના તિવારી, નશાબંધી અને આબકારી વિભાગના અધ્યક્ષ પી. આર. ગોહેલ, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી કોમલ દીદી, પ્રણાલી મોઢા, અલ્પેશ કોટેચા, રણમલ કારાવદરા, જીતેશભાઈ સિદ્ધપુરા સહિત કોલેજના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત પોલીસ એન્ટી નાર્કોટિક્સ સેલના અધિકારી લાખણસી ભૂતિયા તથા લાયન્સ ક્લબ પોરબંદરના સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ દ્વારા વિશેષ જહેમત અને આયોજનબદ્ધ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીને વ્યસનના દુષ્પરિણામોથી માહિતગાર કરી નશામુક્ત જીવન તરફ પ્રેરિત કરવાનો તથા “સ્વસ્થ યુવા – સ્વસ્થ પરિવાર – સ્વસ્થ સમાજ”ના સંકલ્પને સાકાર કરવાનો રહ્યો હતો.

Benefited People 650
Raised Of Amount 7000
Donated Of Amount 7000
District 3232J

Please wait...