Please wait...
લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા નેત્રમ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નેત્ર તપાસ કેમ્પ યોજાયો પોરબંદર, તા. 10 ઓક્ટોબર, 2026: લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા લાયન્સ ઇન્ટરનેશનલના વિઝન સર્વિસ વીક સેલિબ્રેશન અંતર્ગત શનિવાર, તા. 10 ઓક્ટોબર, 2026ના રોજ નેત્રમ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નેત્ર તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો પ્રારંભ દીપ પ્રાગટ્ય તથા સ્વાગત પ્રવચન સાથે કરવામાં આવ્યો હતો. કેમ્પમાં ઉપસ્થિત તમામ દર્દીઓની નિઃશુલ્ક આંખની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જે દર્દીઓને ઓપરેશન અથવા વધુ સારવારની જરૂરિયાત જણાઈ હતી, તેમને યોગ્ય માર્ગદર્શન આપી જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન તપાસમાં મોતિયાના ઓપરેશન માટે 4 દર્દીઓ, આંખમાં છારી જામી જવાની સમસ્યા ધરાવતા 10 દર્દીઓ, આંખો સૂકી રહેતી હોવાથી આર્ટિફિશિયલ ટીયર્સ (આંખમાં નાખવાનાં કૃત્રિમ આંસુનાં ટીપાં)ની જરૂરિયાત ધરાવતા દર્દીઓ તેમજ ચશ્માંની જરૂરિયાત ધરાવતા 2 દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી. આ તમામ દર્દીઓને તેમની જરૂરિયાત અનુસાર યોગ્ય સારવાર અને માર્ગદર્શન મળી રહે તે માટે લાયન્સ ક્લબ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રમુખ લાયન અશ્વિન ઠાકર, નેત્રમ હોસ્પિટલના લાયન ડૉ. નયન જેઠવા સાહેબ, લાયન ડૉ. નયનાબેન જતી, લાયન પ્રણવ શાહ, લાયન પંકજ ચંદારાણા, લાયન સંજય માળી સહિતના સભ્યો તથા દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નેત્ર તપાસ કેમ્પને સફળ બનાવવા માટે ક્લબના સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ તથા સર્વિસ કમિટીના ચેરમેન લાયન દીપક લાખાણીએ વિશેષ જહેમત ઉઠાવી હતી. તેમના સહયોગ અને આયોજનથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા માનવસેવા અને જનઆરોગ્યને પ્રાધાન્ય આપતાં આવા સેવાકીય કાર્યક્રમો દ્વારા સમાજમાં નેત્રજાગૃતિ ફેલાવવા તથા જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેવા પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે.
| Benefited People | 40 |
| Raised Of Amount | 80000 |
| Donated Of Amount | 80000 |
Please wait...