• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

HUNGER

01 Jul 2026

લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા નંદઘરના ભૂલકાંઓને પૌષ્ટિક અલ્પાહારનું વિતરણ..... લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા તા. 01-07-2026, બુધવારના રોજ લાયન વર્ષ 2026-2027ના પ્રથમ દિવસે સમાજસેવાના પવિત્ર ધ્યેયને સાકાર કરતાં આંગણવાડી કેન્દ્ર નંબર 103 તથા 104,આંબેડકરભવન પાસે આવેલા નંદઘરના નાનાં-મોટાં ભૂલકાંઓને પ્રેમ અને સ્નેહ સાથે પૌષ્ટિક અલ્પાહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર છવાયેલું નિર્દોષ સ્મિત અને આનંદ જોઈને તમામ લાયન સભ્યોએ અનોખી આત્મીયતાનો અનુભવ કર્યો. બાળકોના સર્વાંગી વિકાસ માટે પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવતા સભ્યોએ તેમની સાથે હૂંફભર્યો સમય પણ વિતાવ્યો. લાયન્સ ક્લબ પોરબંદર હંમેશાં સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગના જીવનમાં સુખ, સ્વાસ્થ્ય અને આશાનું કિરણ પ્રગટાવવાના સંકલ્પ સાથે સેવા કાર્યો કરતું રહ્યું છે. આ સેવા કાર્યમાં ક્લબના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, ટ્રેઝરર લાયન પ્રજ્ઞા ગજ્જર, સેકન્ડ વાઇસ પ્રેસિડન્ટ લાયન હરદત્તપુરી ગોસ્વામી, ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન સુભાષભાઈ ઠકરાર, ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન રાજેશભાઈ લાખાણી, લાયન કિર્તીકુમાર થાનકી, લાયન નિધિ શાહ મોઢવાડિયા, લાયન દુર્ગાબેન લાદીવાલા, લાયન ડૉ. નયનાબેન જતી, લાયન વર્ષાબેન ગજ્જર, લાયન સંજય માળી તથા લાયન પંકજ મોનાણી, આંગણવાડી સંચાલિકા કિરણબેન જોશી,આંગણવાડી સંચાલિકા સ્વાતિબેન પરમાર સહિત આશરે 50થી વધુ ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ પોરબંદરે આ સેવા પ્રવૃત્તિ દ્વારા પોતાના વૈશ્વિક સૂત્ર "We Serve" ને સાચા અર્થમાં સાકાર કરી સમાજસેવાની પોતાની પ્રતિબદ્ધતાને વધુ એક વખત ઉજાગર કરી હતી. બાળકોના ચહેરા પર ખુશીનું સ્મિત લાવવું એ જ સાચી સેવા છે, અને આ ભાવનાને હૃદયમાં ધારણ કરીને ક્લબ ભવિષ્યમાં પણ આવા અનેક લોકોપયોગી સેવા કાર્યો કરતું રહેશે.

Benefited People 150
Raised Of Amount 5000
Donated Of Amount 5000
District 3232J

Please wait...