• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા તા. 2જી ઓક્ટોબર,2026 શુક્રવારના રોજ ઈમ્પિરીયમ રેસિડેન્ટસી હોટેલ, પોરબંદર ખાતે બોર્ડ મેમ્બર્સ તથા કમિટી ચેરમેનશ્રીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

02 Oct 2026

*લાયન્સ ક્લબ પોરબંદરની બોર્ડ મીટીંગ સંપન્ન* લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા તા. 2જી ઓક્ટોબર,2026 શુક્રવારના રોજ ઈમ્પિરીયમ રેસિડેન્ટસી હોટેલ, પોરબંદર ખાતે બોર્ડ મેમ્બર્સ તથા કમિટી ચેરમેનશ્રીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગની શરૂઆત મનભાવન ભોજન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રમુખ લાયન અશ્વિન ઠાકર દ્વારા ઉપસ્થિત તમામ બોર્ડ મેમ્બર્સનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મિટિંગ દરમિયાન લાયન્સ ક્લબના 70 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી હતી. આ ગૌરવપૂર્ણ પ્રસંગે ક્લબના બે વરિષ્ઠ સભ્યો - લાયન ડો. સુરેશ ગાંધી અને લાયન સુરેશ કોઠારીનું દીર્ઘકાલીન લાયન સભ્ય તરીકે સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ ટ્રેઝરર લાયન પ્રજ્ઞા ગજ્જર સાથે અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી તે સૌભાગ્યની ઘડી હોવાનું જણાવ્યું હતું. આગામી દિવસોમાં ઉજવનાર *સર્વિસ વીક* અંતર્ગત હાથ ધરાનાર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી અને સૌને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગામી નવરાત્રી મહોત્સવની ઉજવણી કઈ રીતે કરવી, પાસ વિતરણ અને અન્ય આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મિટિંગના અંતે લાયન પંકજ ચંદારાણાના જન્મદિવસ નિમિત્તે કેક કટિંગ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી આગામી મિટિંગ અંગે ચર્ચા કરી મિટિંગ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

Benefited People 36
Raised Of Amount 12000
Donated Of Amount 12000
District 3232J

Please wait...