• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

Independence Day Celebration

15 Aug 2026

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની શાનભેર ઉજવણી લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ મોરબી દ્વારા લાયન્સ નગર (ગોકુળ નગર) પ્રાથમિક શાળામા ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રમુખશ્રી લા. જગદીશભાઈ ડી કાવરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને વોર્ડ નં ૧૦ ના કાઉન્સિલર રોહિતભાઈ કંઝારિયા એ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈએ દરેક મહાનુભાવો ને આવકારી શાળામાં થતી રાષ્ટ્રીય પ્રવૃત્તિનો ચિતાર આપ્યો હતો અને શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ભાવના ઉજાગર માટેના નારાઓ લગાવ્યા હતા. લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાએ દરેક લાયન્સ સભ્યો અને શ્રી ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ ના સભ્યોનો પરિચય આપ્યો હતો. લા.પરસોતમભાઈ એ. કાલરિયા એ સ્વાતંત્ર્ય દિન અનુરૂપ શાળાના વિધાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના મજબૂત બને તે માટે પ્રેરક વકતવ્ય આપ્યુ અને તેવી જ રીતે શ્રી મોરબી ઉમિયા સેવા સમિતિ ટ્રસ્ટ ના મંત્રીશ્રી જયંતીભાઈ વિડજા અને કાઉન્સિલર રોહિતભાઈ કંઝારિયા એ પ્રાસંગિક ઉદબોધન આપી વાલીઓ અને વિદ્યાર્થીઓ ને વ્યસનથી દૂર રહેવાની સલાહ આપી હતી. આ રાષ્ટ્રીય પર્વની આન બાન અને શાન સાથેની ઉજવણીમા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા શાળાની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર લાવનારા વિધાર્થીઓને ઈનામો આપી અને બાકીના દરેક વિદ્યાર્થીઓ ને પેન્સિલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ રાષ્ટ્રીય કાર્યક્રમમા સેક્રેટરી લા. નાનજીભાઈ મોરડીયા, ખજાનચી લા. મણીલાલ જે કાવર, લા. કેશુભાઈ દેત્રોજા, લા. બાલુભાઈ પાંચોટિયા, લા. રાજુભાઈ મણવર તથા ઉમિયા સેવા સમિતિ ટ્રસ્ટ ના મગનભાઈ અઘારા તથા ગામીભાઈ હાજર રહ્યા હતા, તેમજ શાળા ના તમામ શિક્ષક ભાઈઓ અને બહેનોએ હાજર રહી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અંતમા શાળાના તમામ વિધાર્થીઓને ગરમા ગરમ પફનો નાસ્તો આપવામાં આવ્યો હતો તેમ સેક્રેટરી લા. નાનજીભાઈ મોરડીયા ની યાદી મા જણાવવામાં આવે છે

Benefited People 250
Raised Of Amount 10000
Donated Of Amount 10000
District 3232J

Please wait...