Please wait...
લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા નેત્રમણિના સફળ ઓપરેશન બાદ પરત ફરેલા 47 દર્દીઓ માટે નાસ્તા અને ચા-કોફીની વ્યવસ્થા કરાઈ પોરબંદર, તા. 16 ઑક્ટોબર, 2026: લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે તા. 14 ઑક્ટોબર, 2026ના રોજ વિઝન સર્વિસ વિક અંતર્ગત જિલ્લા ભાજપ પરિવાર, પોરબંદર ખાતે નિઃશુલ્ક સુપર મેગા નેત્ર નિદાન અને નેત્રમણિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અંતર્ગત રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ ખાતે નેત્રમણિના સફળ ઓપરેશન કરાવીને પોરબંદર પરત ફરેલા 47 દર્દીઓની સુખાકારીને ધ્યાનમાં રાખીને લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા તા. 16 ઑક્ટોબર, 2026ના રોજ સવારના પૌષ્ટિક નાસ્તા સાથે ચા-કોફીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓપરેશન કરાવીને પરત ફરેલા તમામ દર્દીઓને આરામદાયક અને સંતોષકારક રીતે પોતપોતાના ઘરે પહોંચાડવા માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. દર્દીઓની સુવિધા, આરોગ્ય અને સંભાળ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવતી આ પ્રવૃત્તિ લાયન્સ ક્લબ પોરબંદરની સેવાભાવનાનું ઉદાહરણ બની હતી. આ સેવાકીય પ્રવૃત્તિ દરમિયાન લાયન્સ ક્લબ પોરબંદરના સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન હરદત્તપુરી ગોસ્વામી, લાયન પંકજ ચંદારાણા, લાયન કિર્તીકુમાર થાનકી, લાયન પંકજ મોનાણી અને લાયન ડૉ. નયનાબેન જતી ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર કેમ્પને સફળ બનાવવામાં ક્લબના સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, સર્વિસ વીક કમિટીના ચેરમેન લાયન દીપક લાખાણી, લાયન સંજય માળી તેમજ અન્ય લાયન મિત્રોએ જહેમત ઉઠાવી હતી. લાયન્સ ક્લબ પોરબંદર સમાજસેવા, આરોગ્યસેવા અને માનવતાના મૂલ્યોને કેન્દ્રમાં રાખીને જરૂરિયાતમંદ લોકોની સેવા માટે સતત કાર્યરત છે.
| Benefited People | 55 |
| Raised Of Amount | 25000 |
| Donated Of Amount | 25000 |
Please wait...